________________
૧ર૭
૭૦ ઈછાઓ ઘડા જેવી છે, જે તેની પુંછડી પકડે છે તે તેની સાથે ઘસડાય છે ને ખાડામાં પડે છે, માટે પુછડી ન પકડતા સ્વારી કરતાં શીખે.
૭૧ બીજાની ઈર્ષ કરતાં તે દોષ તમારામાં પેસી જાય છે. માટે છો ન કરતાં ગુણ શેધ, ગુણાનુરાગી બનો, તેથી તમારા તરફ ગુણ ઘસડાઈખેંચાઈ આવશે.
૭૨ પાપ અને પુન્યને મનની સ્થીતિ સાથે સબંધ છે માટે મનને ઉન્નત–પવિત્ર કરવાનો પ્રયત્ન ચાલુ રાખો.
૭૩ દેષ કે નિંદા તરફ લક્ષ ન કરતાં દિવ્યતાજ જોવે. તેમ કરતાં અંતરમાં જ પ્રભુને જોઈ શકશે.
૭૪ કાળી વસ્તુઓ એકઠી કર્યાથી એક ધોળી વસ્તુ ઉત્પન્ન થતી નથી, તેમ બીજાઓ નિંદા કરે તેમ આપણે પણ કરીએ તે મૂળ જે અસત્ય–દેપ છે તેમાં આપણે વધારે કરીએ છીએ. વસ્તુથીતિ સુધરતી નથી.
૭૫ આપણે આઘાતનો પ્રત્યાઘાત કરીએ ત્યારે જ નિંદા ટીકા-કે દુષ્ટ વિચારે હાનીકારક આપણને થાય છે. જે તેના ઉપર લક્ષ ન આપીએ અને સાત્વિક વૃત્તિથી તે તરફ જોઈએ તો તે બીલકુલ “હાનીકર્તા થતા નથી.
૭૬ દુષ્ટ વિચાર તરફ અલક્ષ રહીએ. તટસ્થ કે ઉપેક્ષાવાળા રહીએ તો તેવા વિચારે તેના પેદા કરનાર તરફજ પાછા વળે છે.
૭૭ અલક્ષ રહેવું એટલે આપણે આપણી દિવ્યતાનું ભાન રાખીએ, મધ્યબિન્દુથી ખસએ નહિં, સાત્વિક વૃત્તિ રાખીએ,સત્યને સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીએ તે છે. તેવી સ્થીતિવાળાને કોઈ જાની ચતી નથી.
પ