________________
૧૨૬
તો સારા મીત્રો પણ વળગતા આવશે. આધાર રાખશે તો તે પણ જુદા પડશે.
૬૩ અપ્રીતિવાળાથી જુદા પડશે તે તેની ગરજ પ્રીતિવાળા સારશે. મદદે આવશે. છેવટે પ્રભુને પણ આધાર છોડી સ્વઆધાર ઉપર જ રહેવું પડશે ત્યારેજ પરમ શાંતિ મળશે.
૬૪ જુદી જુદી વૃત્તિના માણસો સાથે મળવાથી પ્રકૃતિનું સારું જ્ઞાન થાય છે. રસ્તે ચડવાના અનેક માર્ગ છે અને તે જુદા જુદા પાત્રોઠારા પાર પડે છે. આપણામાં મલિન વૃત્તિ ખુણેખાંચરે પડી હિય તે પણ આ પાના પ્રસંગથી બહાર આવે છે.
૬૫ વિવિધ પ્રકારની સ્થીતિઓ, અને આકૃતિઓની હૈયાતિ નાના પ્રકારની જીવાની ઈચ્છાઓને લઈને જ ટકી રહેલી છે. ટકી રહે છે અને ટકી રહેશે. આ આકૃતિઓનો વિચારધારા મૂળ દ્રવ્યમાં સમાવેશ કરવાથી–લય કરવાથી નિર્વિચાર દશા સિદ્ધ થાય છે.
૬૬ પ્રકૃતિને અનુકુળ મન બનાવે તે કોઈપણ વ્યક્તિ તમારું અપમાન નહિ કરી શકે. ધર્મના ઝુડા ઉઠાવનારાઓએ આ નિયમ જાણવો જોઈએ.
૬૭ જે ક્ષણે નિરાશા ઉત્પન્ન થાય છે, જે ક્ષણે પ્રકૃતિ વિરુદ્ધ તમારા મનની સ્થીતિ બને છે તે સમયે આખું વિશ્વ તમારી વિરુદ્ધ થઈને બેસશે. માટે મનની શાંતિ રાખતાં શીખે.
૬૮ પવિત્ર વિચારો રાખે તે કોઈની તાકાત નથી કે તમારી વિરૂદ્ધ જાય. : ૬૯ તમારી કે પારકાની ઈચ્છાઓને ગેરઉપયોગ ન કરશે તો સર્વ ઈચ્છાઓને જીતી શકશે. '