________________
૧૨૪
૪૭ જ્યાં વિક્ષેપ થાય છે ત્યાં સ્વાર્થ બુદ્ધિ અવશ્ય છેજ. વિશે-પનું કારણ શોધતાં જવું. જેટલી વિવેકબુદ્ધિ તેટલુ તે દેખી શકાશે.
૪૮ મુશ્કેલીની ખાતર સ્થાન ન બદલે પણ સાથે રહીને મુશ્કેલીઓ સહન કરે. તેવા સગો પણ કારણસર જ મળે છે. તે તમારી સેટીનું સ્થાન છે. કેટલા આગળ વધ્યા તેનું માપ કાઢનાર છે.
૪૯ કલેશ થાય ત્યાં આપણી ભૂલ અવશ્ય થયેલી સમજવી. કાતે ગુણને અવગુણ મનાવે છે, કાંતો અવગુણને ગુણ ગણે છે તે આપણી ભૂલ શોધી કાઢી દૂર કર્યાથીજ શાંતિ થશે.
૫૦ મનમાં શાંતિ અને શરીરમાં પ્રવૃત્તિ રાખે. મરછ નહિં હોય છતાં પ્રવૃત્તિ કરવી પડે ત્યાં પરમાત્માની મરજી અગર કર્મને ઉદય સમજી કામ કરે પણ નારાજ થઈને કામ ન કરે.
- ૫૧ દુનિયામાં જ્ઞાન ભર્યું છે. સદ્દગુણ ભર્યા છે. જોઈએ તે લઈ . આપનાર કોઈ નથી. લેનાર જોઈએ. ઈચ્છા પ્રબળ કરે, જોઈશ તે મળશેજ. •
પર જેનું અભિમાન જેને છે તેને ક્ષય કરાવવા માટે તેવા કાર્ય તે મનુષ્યદ્વારા કરાવવામા આવે છે. અર્થાત જેનું અભિમાન રાખશે તે કાર્ય અનિચ્છાએ પણ કરવું પડશે. અભિમાન તૂટવુજ જોઈએ.
૫૩ મનુષ્યો વિરૂદ્ધ થાય છે તેનું કારણ આપણે આગ્રહ તોડવાનો છે. આપણું અભિમાન તોડવા માટે તેઓ સામા થાય છે. પક્ષ બેંચે એટલે સામે પક્ષ ઉઠવાનેજ.
૫૪ અમુક પ્રક્રિયાથી જ સત્ય મળે આ કદાગ્રહની વાત છે. સત્ય કઈ સ્થળે બધાતુજ નથી. તે અનેક રસ્તેથી પ્રાપ્ત કરી શકાય છે.