________________
૧૫
૫૫ વાસનાને ભેગ સિવાય નાશ નથી છતાં શુભ વાસનાઓ. કરવી, જેથી અશુભ વાસનાને ઉઠવાને અવકાશ થોડે મળશે.
૫૬ આ બાહ્ય જગત દુઃખરૂપ નથી પણ મનની અંદર ઉત્પન્ન. થતું સંકલ્પ વિકલ્પાત્મક જગત–વિચારે છે તેજ દુઃખરૂપ છે. તેનો નાશ કરે.
૫૭ આત્મભાન ભૂલાતાં આવરણ આવે છે. આવરણથી વિકલ્પરૂપ વિક્ષેપ થાય છે. વિક્ષેપથી વાસનારૂપ કર્મમળને સચય થાય છે. તેમાંથી વિવિધ પ્રકારનાં સુખ દુઃખરૂપ ફલે જન્મે છે. શુદ્ધ ઉપયોગથી આવરણ તડે.
૫૮ દેખવામાં વિપરીત હોય છતાં વિચારધારા સવળું કરે– માને. દુઃખને સુખરૂપે અનુભવે. અપેક્ષા, ભાવી પરિણામ, તેમાંથી મળતું શિક્ષણ ઇત્યાદિના વિચારધારા વિપરીતને સવળુ કરી શકાય છે.
૫૯ આપણી ભૂલ સુધારવા માટે જ બીજાઓ મુશ્કેલીઓ લાવી મૂકે છે. તેઓ પરમ ઉપકારી છે. તેને તમે સામા થાઓ કે અનુકૂળ ચાઓ પણ તે પાત્ર તમને તે સુધારનાર–આગળ વધારનાર છે.
૬૦ જ્ઞાન વધારવાનું સાધન વિચાર છે. પિતાના દેથી પિતાને ગાથાં તે ખાવાં પડશેજ, પણ જે જાગતો છે તે ઈશારાથી સમજી જઈને ફરી ભૂલો કરતે ત્યાંથી જ અટકશે. ' ' ( ૬૧ નજીક ગયા સિવાય વસ્તુ બરાબર જણાતી નથી. આડી ધુમસ નડે છે, તેમ આત્માની નજીક ગયાં સિવાય તેનું ભાન થતુ નથી. વાસનાઓ ધુમસની માફક પ્રકાશ–આત્મપ્રકાશને રોકનાર છે.
કર કાઇના ઉપર આધાર રાખો. જેના ઉપર આધાર રાખે છે તે પણ કૃત્રિમતા વાપરી તમારાથી જુદા પડશે. આધાર ન રાખશે.