________________
૧૨૩
આમ કહે છે એમ કહી જવાબ આપો. માથે ન લે, નહિતર. વિવાદમાં ઉતરવું પડશે.
૪૦ ત્યાગ અને યોગ સાથે રાખે. એકલા ત્યાગમાં કલ્યાણ નથી પણ ત્યાગ સાથે તીવ્ર શુદ્ધ આત્મગ-સ્વરૂપાનુસંધાન થવું જોઈએ. આકૃતિ મુકી દઈ આત્મ સ્વરૂપનું લક્ષ મજબૂત રાખવું.
૪૧ શુદ્ધિને ઈચ્છતા હો તે બદલાની આશા રાખ્યા વિના કર્મ કરે. એટલે સ્વાર્થ ત્યાગ એટલેજ પરમાર્થ છે.
૪૨ પરમાત્મભાવનો સાતિય પ્રવાહ વર્તનમાં અને વાત ચિત્તાદિ કરતાં સર્વ સ્થળે ચલાવ. તેમ કરતાં દેપ દૂર થશે. દેવ દેખાય તે. મનનીવૃત્તિ અશુદ્ધ માની પાછો પ્રવાહ સાંધી દેવી,
૪૩ સામાની વિપરીત વૃત્તિ દેખી તેનો ન્યાયથી તપાસ કરે. વિવેકદૃષ્ટિ દ્વારા ભૂલ તપાસવી. જ્યાં વિક્ષેપ થાય ત્યાં આપણે જ દેશ જાણી તે ભૂલ તપાસવી અને સુધાવી.
૪૪ દરેક આત્મા પિતાના રક્ષણને માટે બધાયેલ છે. તેને જે જોઈએ તે લે છે. તે ઉપરથી સામાને હલકે માનવાનુ કાંઈ કારણ નથી. તેની ભૂલનો જોખમદાર પણ તે છે. ભૂલ સુધારવા માટે પણ થાય છે.
૫ પરમાત્મભાવ ભૂલ્યા કે દેહદૃષ્ટિ આવવાની વિચારધારાજ મનનું કેકડું ઉકેલવાનું છે. દેહ તરફ ન જોતાં અંદર પ્રકાશી રહેલા
જ્યોતિ તરફ દૃષ્ટિ આપી, તે દૃષ્ટિથી વાતચિત્ત કાઈ પણ સાથે શરૂ કરે અને તે અખંડ પ્રવાહ તુટવા ને દ્યો.
૪૬ કુર્મમાં ભેદ છે. આત્મામાં ભેદ નથી. વ્યવહાર ચલાવવા, માટે કર્મભેદની જરૂર છે.