________________
૧૧
૨૨ કુદરતના નિયમો જાણનારાઓને સ્વાર્થ માટે કલેશ થતો નથી. કાયદાને જાણતો હોવાથી જ્યા જેવુ જોઈએ તેવું વતન તે કરી લે છે. વિચારદ્વારા તે વૃત્તિઓને કાબુમાં લઈ શકે છે.
૨૩ વૃત્તિઓમાં રહેલી સ્યુલ મલીનતા ઉત્તમ વ્યવહારવાળાં તપ, જપ, પૂજન, વાદન, દાન, દયાદિ ક્રિયાઓથી દૂર કરી શકાય છે.
૨૪ મનમાં રહેલી સૂક્ષ્મ મલીનતા વિવેક દષ્ટિવાળા વિચારથી વિશુદ્ધ કરી શકાય છે.
૨૫ સ્કુલ મલીનતાવાળાને વ્યવહારક્રિયા ઉપયોગી છે. તે દ્વારા મલીનતા ઓછી થાય છે. વસ્તીમાં રહીને ઉત્તમ કાર્ય કરવા દ્વારાએ તે મલીનતા ઓછી કરી શકશે.
૨૬ સૂક્ષ્મ મલીનતાવાળા નિર્જન પ્રદેશમાં રહી વિવેકદ્વારા મલીનતા ઓછી કરી શકે છે. ગામ કે વન અધિકાર ભેદે ફાયદો કરનારાં છે.
ર૭ સર્વમાં શુદ્ધ આત્મા છે એ ચેક્સ નિશ્ચય હોય તો અન્ય જે કાઈ કરે છે તેથી ખેદ કે હર્ષ અથવા ઈર્ષા થવી ન જોઈએ. કેમકે તે દ્વારા જે થાય છે તે ચોગ્ય થાય છે. પૂર્વના નિયમ અનુસારે થાય છે.
૨૮ આ વિશ્વમાં બનના બનાવે તથા સબંધમાં આવતાં પાત્રે આપણું પિતાના સુધારા માટે જ છે એમ નિશ્ચય રાખી પોતાને સુધા રવા માટે તેમાંથી ગુણ લેવા.
૨૯ અન્ય ઉપર જેટલે આધાર તેટલીજ પરાધિનતા અને તેટલુજ દુખ છે.
૩. દરેક વસ્તુને નિહાળી તેમાંથી કોઈને કઈ ગુણ ખેંચી લે. મતલબ કે સર્વત્ર ગુણ જોવાની દૃષ્ટિ રાખવી.