________________
૮૩
કર જ્યાં આનંદ છે ત્યાંજ પરમાત્મા પ્રગટ થાય છે. જેમાં આનંદ વધારે તેની કીમત વધારે છે. બ્રહ્મના આનંદમાં આ વ્યક્તિ ભળી જાય છે ત્યારે જ તેની કિમત તેને મળે છે.
૬૩ મૃત્યુ એ નિર્જીવ વસ્તુ છે. જીવનના એક નિશ્વાસ જેટલુ જ મરણ છે. મૃત્યુ એ જીવનનો સેબતી છે. માયા છે. દ્રવ્યનું વિકાશીત જીવન પર્યાય છે. પર્યાયનું રૂપાંતર એ મરણ છે. જીવાત્મા ક્ષણે ક્ષણે રૂપ બદલે છે. તે સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાવે છે તે જ મૃત્યુ છે. - ૬૪ શરીરની મુક્તિ તદુરસ્તી મેળવવી તે છે. સમાજીક ભાવની ઈચ્છા સાથે આપણી ઈચ્છા મેળલી દેવી તે સમાજીક પ્રકૃતિની મુક્તિ છે. જીવાત્માની મુક્તિ આખા વિશ્વ સાથે પ્રેમ થાય ત્યારે થાય છે. -અહતાને ત્યાગ કરે તે છેલ્લી મુક્તિ છે. ત્રીજી મુક્તિ ખીલવવા માટે બીજી મુક્તિ ઉપગી છે. બીજીમાં હજી સ્વાર્થ હોય છે. પ્રેમ આવવાથી અહંતા જાય છે. આથી અજ્ઞાનતામાં જવાતું નથી પણ પ્રકાશમાં જવાય છે.
૬૫ કુદરત પોતાની મેળે નિયમસર નાચે છે, તે લડાઈ જેવું બેસુર નથી લાગતુ પણ આનંદજનક છે. આથી એમ જણાય છે કે તેની અંદર વિરોધી તત્વ નથી પણ સંપ છે, છતાં વિરોધ લાગે તે માયા છે.
૬૬ પિતાનું ભાન પિતાને હોય તે જ બીજાને પોતાના જેવો. બનાવે છે. જે મનુષ્ય પોતેજ પિતાને–આત્માને જાણતા નથી તે બીજાને કેમ કરી શકશે ?
૬૭ સૂર્યના પ્રકાશની માફક આત્માને પ્રકાશ પિતાની શુદ્ધિથી બીજાને પ્રકાશ આપે છે. સૂર્યની માફક આત્મ પ્રકાશ વડે મનની સૃષ્ટિ ચાલે છે.