________________
૫૪ વિચારની તીણુ પરિણતીથી તેમજ આત્મભાવ પ્રત્યેની સ્થીરતાથી સમયે સમયે સયમ પરિણામ વૃદ્ધિ પામે છે. '
૫૫ લોકેની સેબતથી, માનની ઈચ્છાથી, સ્ત્રીના પ્રસંગથી અને અજાગૃતીથી આત્મશક્તિ અવરાય છે, દબાય છે, અધપતન થાય છે.
૫૬ વસ્તુ ધર્મનું કે તત્ત્વજ્ઞાનનું શ્રવણ કે જાણપણું કરવાથી તરતજ અંતરાત્માણ થતુ નથી, તેમજ તે પ્રમાણે આચરણ કે ગુણે - તરતજ પ્રાપ્ત થતા નથી. તેની દઢતા માટે પુનઃ પુનઃ અભ્યાસની જરૂર છે.
૫૭ સારા વિચાર કરે. સારા કાર્યમાં પ્રયત્ન રાખો તે ખોટાં કૃત્ય કરવાનો વખત નહિ મળે. જીદગી ટુકી છે બીજે વખત કાઢી નાખવાથી તે સફળ નહિ થાય. ઉદ્યોગની જરૂર છે. એક ભાખરી માટે જમીન ખેડવાદિકથી લઈ તૈયાર થવા પર્યતમાં કેટલી મહેનત પડે છે? વિચાર કરે. ત્યારે આત્મવિશુદ્ધિ માટે કેટલી મહેનતની જરૂર છે.
૫૮ આળસ મૂકો, છેડા પણ નિરતરના અભ્યાસવી અંકુરાથી લઈ આ મજબુત ઝાડ૫ણુને પામેલા વૃક્ષને તમે જુઓ. તે કેટલું બધુ આગળ વધ્યું છે છેડે વખત ઉદ્યમ કરી આગળ વધવામાં તેણે આળસ કરી હોત તો તે આ સ્થીતિએ પહોંચી શક્ત . "
૫૯ પડી રહેલા લેટા ઉપર કાટ ચઢી જાય છે, તેમ આળસુ મનુષ્યનાં મન, વચન, અને શરીર આત્મહિત માટે નબળાં થઈ જાય છે. લેઢાની માફક તેને તો નિરતર સદુપયોગમાં લેવાં જ જોઈએ.
૬ખેતર ન ખેડવાથી તેમાં જાળાં, ઝાંખરાં ઉગી નીકળે છે. તે સાફસુફ કર્યાથીજ– ખેડયાથી જ સારું રહે છે, તેમ મનુષ્યનું,