________________
૧૧૪
૭૯ પાણીના ઊંડા તળીએ પડેલું રત્ન, પાણીની સલીનતાથી દેખાતું નથી. તે મેલ દૂર થાય તે અવશ્ય દેખાય છે, તેમ રત્નતુલ્ય નિર્મળ યા અમૂલ્ય આત્મા મનની મલીનતા નીચે દબાયેલો છે, માટે મનની મલીનતા દૂર કરે તો અવશ્ય તેની પ્રભા દેખાશે.
૮૦ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરી ચોગ્ય અવસરે જે મનુષ્ય દઢ પ્રયત્ન કરે છે, તે અવશ્ય ઇચ્છિત કાર્ય સિદ્ધ કરી શકે છે. અવસર વિનાનું બોલવું અને કરવું તે નિરર્થક છે. ઈષ્ટ ફળદાયક થતું નથી.
૮૧ આ દશ્ય વસ્તુઓનું ઉપાદાન–મૂળ કારણ પરમાણુ છે. તેમાં પરિણમન ધર્મ રહેલું હોવાથી અનેક પરમાણુઓ મળી અનેક પ્રકારના ઔધ ઉત્પન્ન થાય છે. તે સ્કધોને શરીર દ્વારા ગ્રહણ કરી નાના પ્રકારની આકૃતિઓમાં ગોઠવે છે. કળીઓ જેમ પિતાની લાળથી ઉત્પન્ન કરેલી જાળમાં ઘુચાય છે તેમ જીવો આ આકૃતિની માયામાં ફસાય છે, અને રાગ દેપ કરી સસાર પરિભ્રમણ કરે છે,
૮૨ ઉપાસના–ભક્તિ કરવાવાલા મનુષ્યોને પ્રેમ પિતાના ઉપાસ્ય પરમ પુરૂષ પરમાત્મા ઉપર એટલો બધો હોવો જોઈએ કે તેની પરાકાષ્ટા કોઈ પણ બીજા સ્થળે હોવી જ જોઈએ. મન, વચન અને શરીર તત્પરાયણ કરી દેવાં જોઈએ. અહીનીશ તેનુંજ રટણ જોઈએ.
૮૩ ક્રિયા માર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય પિતાનાં મન, વચન, શરીરને, વ્રત, તપ, જપાદિયમ નિયમમાં અહાનીશ પ્રવર્તાવવાં જોઈએ અને કોઈ પણ વખત અશુભ પ્રવૃત્તિ મન, વચન, શરીરથી ન થાય તેટલાં મજબુત બનાવવા જોઈએ.