________________
૧૧૫
૮૪ જ્ઞાનમાર્ગમાં પ્રવેશ કરનાર મનુષ્ય ક્રિયા માર્ગમાં દટતા થયા પછી અનીશ આત્મ ઉપયોગમાં તત્પર રહેવું જોઈએ. કેઈના સરખું વ્યવહારીક કાર્ય પણ આત્મ ઉપયોગની જાગૃતિ વિના ન થવું જોઈએ, અથાત્ સર્વ કાળે અને સર્વ સ્થળે આત્મજાગૃતિ રાખવી જ જોઈએ.
૮૫ ઇચ્છાઓને માર્યા સિવાય ત્યાગધર્મ ન સંભવી શકે. પૂર્વ કર્મને લઈ આહારાદિ ઈદ્રિય વિષય પ્રત્યે પ્રવૃત્તિ હોય તથાપિ ત્યાં પણ રાગદ્વેષનીચીકાશ રહિતજ પ્રવૃત્તિ હેય. તેમ ન હૈય તો ત્યાગ ધર્મ પણ ન હોય.
૮૬ કોઈ પણ વસ્તુ ઉપર પિતાના ઉપગને જવા ન દેવા. આમ થવાથી વૃત્તિઓનું ઉત્થાન ન થતાં પિતાના સ્વરૂપમાં સ્થીર -ચવાશે. સ્થીર થવાથી લય પ્રાપ્તિ ઘણી સહેલાઈથી થાય છે.
૮૭ આત્માની શક્તિ આત્મામાં હોવા છતાં આત્મિક ગુણે માટે બાહાર - ફાંફાં મારવામા આવે છે. આ કેટલું બધુ પ્રબળ અજ્ઞાન ? પૂર્ણ સુખ આત્મામાં હોવા છતા તે માટે પુદ્ગલ –જડ વસ્તુઓનાં ચુથણું ચુથવા પ્રયત્ન કરે તે પ્રકાશને અધકારમાંથી શોધી કાઢવાના પ્રયત્નની માફક નિષ્ફળ છે.
૮૮ સ્વાનુભવ આત્મામાં ન કરતાં, કોઈ મહા પુરૂષના કરેલ અનુભવને એલી જવામાં કે વાંચી જવામાં અનુભવ માની લે એ વિશેષ અધપતન થવાનું લક્ષણ છે. સ્વાનુભવ માટે પ્રયત્ન નહિ કરતાં કેવળ સ્વાનુભવની વાર્તાઓમાં આત્મજ્ઞાન માનનારાઓ આત્મજ્ઞાની નથી પણ શબ્દજ્ઞાની છે.
૮૯તેજે પોતાને શેત્રુ છે અને પોતે જ પોતાને મિત્ર છે. મન સ્વાધિન અને આત્મ જાગૃતિ કાયમ હેય તે દુનિયામાં એવું કેઈ નિમિત્ત કે વસ્તુ નથી કે આત્માને જોરજુલમથી કર્મ વળગાડે અથવા કર્મથી બધિત કરે.