________________
૧૦૯
મન:પર્યવ જ્ઞાન પતિની હદવાળા છવા પણ આ વિશ્વાસથી ઠગાયા છે અને નદિ ગતિમાં ગયા છે.
૪૭ પુદ્ગલેને અનુભવ અનાદિ કાળને હોવાથી મનુષ્ય સ્વાભાવિક રીતે તે તરફ આકર્ષાય છે, અને સહજ વારમાં પોતાનું ભાન ભૂલી જાય છે. ચૌદ પૂર્વધર પણ આત્મસ્થિતિ ભૂલાયાથી નરક અને નિગદમાં ગયા છે.
૪૮ વસ્તુને કેવળ વિનાશ કદી પણ થતો નથી, પણ તેનું રૂપાંતર થયા કરે છે. આ પ્રમાણે આત્મા માટે પણ બન્યા કરે છે. - ૪૯ આ જગસમુદ્ર સ્થળ સુક્ષ્મ પુદ્ગોથી ભરપૂર છે. પાણીમાં પરપાટ ઉત્પન્ન થઈ તેમાં વિલય પામે છે. તેમ કર્મના સબધે નાના પ્રકારની આકૃતિઓ બને છે અને તેને વિલય પણ પાછો તેમજ થાય છે. આ આકૃતિઓના રૂપાંતરથી આત્મા મરણ પામતો નથી. - ૫૦ કર્મો અવશ્ય ફળ આપવાનાંજ, એમ જાણું તત્ત્વદૃષ્ટિએ ઉમેધના હેતુઓથી દૂર જ રહેવું. વીર પુરૂષાના માર્ગમાં દુબે પ્રવેશ કરી શકાય તેમ છે. - ૫૧ જીણું ઈધણને અગ્નિ ઘણી જ ત્વરાથી ભસ્મીભૂત કરે છે તેમ તુ જે નેહરહિત થઈશ તો આત્મસમાધિવડે કર્મોને જલદી બાળી શકીશ.
પર આ અજ્ઞાન અને પ્રાચી દુનિયાની દેખાદેખીએ તુ ન ચાલીશ પણ પૂર્વાપર વિચાર કરી, સમજીને લાભાલાભનો નિશ્ચય કરી પછી આગળ પગ ધરજે.
પર સર્વ કાળમાં સર્વ સ્થળે સર્વ પ્રકારે પ્રમાદી જીવોને ભય રહેલ છે. અપ્રમાદિ છેને કેદ પણ રીતે ભય નથી. તે સર્વદા નિર્ભય છે.