________________
ઉદ્દેશ લક્ષમાં રાખવા. હાર થયા છતાં પણ નિરાશ ન થવુ, પ્રબળ ઉત્સાહ રાખે. આત્મવિશ્વાસ કદી ખેવે નહિ. આળસ અને પ્રમાદને તે દેશવટોજ આપ. કાર્યસિદ્ધિ માટે સતત અભ્યાસની જરૂર છે. નાના નાના છેડવાઓ, વૃક્ષ, જનાવરે, અને મનુષ્યો, દરેક સતત અભ્યાસથી કેવી રીતે આગલ વધ્યા છે અને વધે છે તેમને વિચાર કરે. દરેક આગળ વધવાની શક્તિ ધરાવે છે. - ૨૮ શોચ નહિ કર. તે આર્તધ્યાન છે. તારા સિવાય તો ભલું કે બુરૂ કરનાર કેઈ નથી. તું બીજાનું ભલું કે બુરૂ નજ કરી શકે, કારણ કે ભલા, બુરાને આધાર તેના કર્તવ્યો પરજ છે.
૨૯ જે ઈચ્છી કરે છે તેવું કર્તવ્ય કર્યું હશે તે વગર ઈચ્છાએ પણ તે મળશે. તેવું કર્મ નથી તે ગમે તેટલી ઈચ્છ કર્યાથી પણ તે નહિ જ મળે.
૩૦ મન, વચન, શરીરને નિત્ય શુભમાં પ્રવર્તાવ. જગતને જીવે કમાધિન છે. આશ્ચર્ય ન પામે. આત્મહિત સિવાય બીજ વિચારે ન કર. દુનિયાના કર્તવ્યોથી છેવટે નિરાશાજ છે. આત્મા ઉપયોગમાં લીન થા.
૩૧ વિકલ્પ એ ચિત્તની શાંત અવસ્થારૂપ સરોવરમાં પથ્થર ફેંકવા તુલ્ય અશાંતિ કરનાર છે.
૩૨ અમુક હદ આવ્યા સિવાય પોતાનું જ ભલુ કરવા તરફ કાળજી રાખવી જોઈએ. લાયકાત સિવાય બીજનું ભલું કરવા જતાં પોને પતિત થવાય છે. પિતે પાણીમાં તરતાં શીખ્યો નથી તે બીજાને પાણીમાં બુડતાં કેવી રીતે બચાવી શકશે ?
૩૩ મનુષ્ય અને વસ્તુઓ પિતાને જે સ્વભાવ હોય તે પ્રગટ કરી બતાવે છે. તેમાં આશ્ચર્ય, દેપ કે હર્ષ, શા માટે કરવે.