________________
૧૦૭
જોઈએ? લીમડાને જઈને પૂછો કે તુ કડવું શા માટે ? અને આંબાને જઈ ને પુછો કે તું મીઠે શા માટે ? આનો ઉત્તર તેનો સ્વભાવ તેવો છે.
૩૪ આત્મ વિશુદ્ધિમાં આગળ વધવાને ટુંકે માર્ગ આ છે કે, આહારને જય, આસનને જ્ય, નિદ્રાને ય, શરીરને જય, વચનને જય, મનને જય, તીવ્ર વૈરાગ્ય, અપ્રમત્તતા, એકાંતવાસ, સર્વસ ધ્યાન, આત્મવૃત્તિ.
૩૫ અલ્પઆહાર, અલ્પનિદ્રા, અલ્પવિહાર, નિયમિત ભાષા, નિયમિત કામ, અનુકૂળસ્થાન, મનને વશ કરવાના આ ઉત્તમ સાધનો છે.
૩૬ નિર્વિકલ્પ મૌન, અને કાર્યોત્સર્ગ કરવાથી કર્મો આવતા.
બંધ થાય છે.
૩૭ દુષમકાળ, તત્વજ્ઞાની ગુરૂને વિરહ, પૂર્વકર્મનુ જોર, સતસંગને અભાવ, પુદગલાનદિઓની સોબત, ભવાભિનદિઓને સહવાસ, આ અધપતન થવામાં પ્રબળ કારણ છે.
* ૩૮ આત્મગુણોને અભેદતા, યા જડ ચૈતન્યની ભિન્નતા તે જ્ઞાન છે. નિવિકલ્પ મન તે ધ્યાન છે. માનસિક મલીનતાને ત્યાગ તે સ્નાન છે અને ઈદિને નિગ્રહ તે શૌચ યાને પવિત્રતા છે.
૩૯ પૂર્વના કર્મો અને આ કર્તવ્ય કરવા પ્રેરે છે, આ વિચારને પ્રબળ પ્રયત્નથી નીચે બેસારી છે. પ્રત્યક્ષથી પૂર્વનુ કર્મ બળવાન નહિ થાય. આ જન્મને પ્રબળ પ્રયત્ન પૂર્વ કર્મને હઠાવશે, પણ અત્યારને પ્રયત્ન મદ હશે અને પૂર્વનો પ્રયન બળવાન હશે તે અત્યારના પ્રય-- ને હવું પડશે. છેવટે અનુગીને વિજય થશે, માટે પ્રયત્ન કરે.