________________
૪૯ નિરંતરસવ સ્થળે એક પવિત્ર મત્રને જાપ હૃદયમાં જપતા રહેવું. ૫૦ શાંત રાત્રીએ માનસીકવૃત્તિથી તિર્થયાત્રા અને દેવનું પૂજન કરવું. ૫૧ તાત્વિકે પુસ્તકે વાંચવા અને સદ્ વિચાર આવે તે લખવા.
પર રાત્રીએ પિતાની દીનચર્યા સભારવી, અને પ્રાતઃકાળમાં દિવસે વર્તન કરવાના નિયમેનો નિશ્ચય કરે.
૫૩ કઈ પણ અર્થી જીવને છતી શક્તિએ નિરાશ ન કરે.
૫૪ વિવિધ કલ્પનાઓનું અનુસંધાન મૂકી દઈ સ્વ સ્વરૂપના. અનુસંધાનમાં તત્પર રહે.
૫૫ નિરતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને શાંત કરવાને ઉપાય છે.
પ૬ અખંડ આન્મ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ તે બ્રહ્માકારવૃત્તિ કહેવાય છે.
- ૫૭ કોઈ પણ વિષય ઉપર સ્પૃહા ન રાખવી એ મનને જીતવાની ઉત્તમ યુક્તિ છે.
૫૮ વિપથાકારે મનનું પરિણમવું તે ભેદ દષ્ટિ છે. અજ્ઞાનીઓને ભેદ માર્ગ છે.
૫૯ આત્માકારે મનનું પરિણમવું તે અભેદવૃત્તિ છે. જ્ઞાનીઓને અભેદ માર્ગ છે. ભેદ ત્યાં સસાર, અભેદ ત્યાં મુક્તિ છે.
૬૦ આત્મસ્વરૂપમાં સ્થિરતા તે સ્વભાવદશા. પુદ્દગલાકારે પરિણમવું તે વિભાવ દશા કહેવાય છે.
૬૧ પાણીમાં મીઠું જેમ એક રસ થાય છે તેમ આત્મામાં મનનું ઐક્ય થવુ તે સમાધિ છે.
૬૨ જ્યારે પ્રાણને નિસ્પદ અને મનને લય થાય ત્યારે સમરસપણું પ્રાપ્ત થાય છે, અને તેજ સમાધિ કહેવાય છે.