________________
૨૦૧
વિચાર રત્નમાળા.
સાતમી માળા નં. ૭.
૧ આપણે જો ક્ષમાની યાચના કરતાં તે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ તેા પછી આપણે ખીજાને ક્ષમા આપવાને તત્પર રહેવુ જોઈએ.
૨ સુખ દુ.ખ આપવામાં મનુષ્યાદિ નિમિત્ત કારણ છે, ખરૂં કારણ પેાતાનાં શુભાશુભ કર્મો છે. સુખી થવા માટે તે કર્મોનેજ -સુધારવાં જોઈએ. પ્રવૃત્તિ ભાવનાઅનુસાર થાય છે, માટે ઉત્તમ પ્રકારની “યારમાર્થિક ભાવનામય થવાનેા અભ્યાસ અવશ્ય કરવે.
૩ અજ્ઞાનીઓ ધિક્કારને પાત્ર નથી, પણ ધ્યાને પાત્ર છે, તેવા અજ્ઞાનીઓ પર ધ્યા લાવી તેમને શુદ્ધ માર્ગે દારવા જોઈએ પણ તેમના પર ક્રોધ નહિ કરવા જોઈએ. કારણ કે તેથી તેઓ આપણા · સદુપદેશથી વિમુખ થાય છે.
૪ સપત્તિ સમયે આત્મસયમ ન ખાવે, તેમ વિપત્તિ સમયે નિરાશ બની પુરૂષાર્થ પણ ન મૂકવા. કેમકે જય, પરાજય, સુખ. દુઃખ, માન, અપમાન, હર્ષ, શાક વીગેરે કાંઈ કાયમ ટકી રહેનાર નથી. ૫ જે મનુષ્યને આત્મશક્તિમાં-પેાતામાં વિશ્વાસ નથી તે સનુષ્ય ધર્મના ઉચા પગથીઆ ઉપર ચડવાને લાયક નથી. આત્મશ*ક્તિ અનત છે. એક ક્ષણમા અનત કર્યાંના, નાશ કરી શકે છે, માટે ગમે તેવી આક્ત કે વિઘ્નો આવે તે પણ તેને પાર તેથીજ “પામી શકાય છે, જેને આત્મ સામર્થ્યમાં વિશ્વાસ નથી તે કદાપિ ટ્રાઈ મહત્ત્વનું કાર્થ સિદ્ધ કરી શકવાના નથી.