________________
૧૬ વચન અને મન આત્માને વિષય કરી શકતાં નથી. ૧૭ સર્વ દુનિયાના છ પુન્ય પાપરૂપ કર્મને આધિન છે. ૧૮ સ્વતંત્ર છવ કે સ્વતંત્ર સુખ આ દુનિયામાં નથી. ૧૯ વિપયજન્ય યા પુગલજન્ય સુખને અવશ્ય નાશ છેજ. ૨૦ વૈરાગ્ય પ્રાપ્ત થાય તે દીનતા રહેતી નથી. ૨૧ એકલા વૈરાગ્ય વડે અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી.
૨૨ આત્મજ્ઞાન વડે અજ્ઞાનની નિવૃત્તિ થઈ શકે છે. આત્મજ્ઞાન પરમ હિતકારી છે.
૨૩ જ્યાં ક્રોધ છે ત્યાં વૈરાગ્ય નથી. ઈચ્છાને નિષ્ફળતા મળ્યા સિવાય ક્રોધ ઉત્પન્ન થાય નહિ.
૨૪ ઈચ્છાનો ત્યાગ તેજ વૈરાગ્ય છે.
૨૫ જે મનુષ્યમાં કામ, ક્રોધની અધિકતા છે અને તેને જે ત્યાગ કરી શકતા નથી તેણે જ્ઞાની પુરૂષોની સોબત અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકનું વાંચન કરવું. તેથી કામ ક્રોધ એ થશે.
૨૬ જેની પ્રાપ્તિથી ભવિષ્યમાં શાંતિથી રહી શકાય તે માટે પ્રયત્ન કરે.
ર૭ સત્તામાં રહેલા કર્મોને શુદ્ધ ઉપગે નિર્જરી જાય. નાશ પામે છે.
૨૮ પિતાના–આત્માના કવ્ય, ગુણ, પર્યાયમાં તદાકાર રહેવું તે શુદ્ધ ઉપયોગ.
૨૯ મિથ્યાત્વ વડે બંધાયેલાં કર્મો સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન વડે નિર્જરે.
૩૦ અવિરતિ—ઈચ્છા વડે બંધાયેલા કર્મ વિરતિ–ઇચ્છાના નિધ) વડે નિર્જરે.