________________
છે. જેમ બુદ્ધિ વિચારણું સુક્ષ્મ થતી જાય છે તેમ આ ભેદની લીટીઓ પાતળી થઈ થઈને સર્વથા લેપ પામી જાય છે.
૧૦૫ પ્રથમ દૃષ્ટિને સુંદરતા જોવાની ટેવ પાડે. સુદરતાનો ખ્યાલ એવા વેગથી આવે છે કે તે પ્રથમ પિતામાંથી પ્રમાદને દૂર કરે છે તે વખતે વ્યક્તિનું ભાન ભૂલાઈ જાય છે, તેથી આપણે તેમાં ઉડા ઉતરી શકીએ છીએ.
૧૦૬ ઇંદિની દૃષ્ટિથી જોવાનુ મૂકી દઈ પરમાર્થ દષ્ટિથી જોશે તે સર્વ સ્થળે સુંદરતાનુજ ભાન થશે. પહેલાં જે અણગમતું તેમાં લાગતુ હતું તે આપણે ઇદિની દૃષ્ટિથી જોતા હતા તેથીજ. તેમાં મુંદરતા તે હતીજ પણ આપણું દૃષ્ટિ નિર્મળ ન હતી. વિશ્વની રચનામાં અસુદરતા નથી પણ આપણી ભ્રમીત દૃષ્ટિમાં છે. આકૃતિને આનંદ હંદયમાં જેમ ઉતરે છે તેમ સુદરતા સાચા રૂપે બહાર આવે છે.
૧૦૭ સત્ય એજ સુંદરતા અને સુંદરતા એજ સત્ય છે. આપણું હૃદય બધી વાસનાથી પર થાય છે ત્યારે એવું બળ આવે છે કે દરેક વસ્તુની અંદર પ્રવેશ કરીને બ્રહ્માનંદને પરિપૂર્ણ આનંદ અનુભવીએ છીએ. અંદર જ્ઞાન અને બાહાર ક્રિયા કરી બતાવે. પ્રેમ અદર થાય છે તે બહાર બતા, સંગીત એ સાદર્યતાને બહાર પ્રદર્શિત કરવાનું મુખ્ય સાધન છે.
૧૦૮ ત્યાગ એજ સ્વપૂર્ણ છે. તે આત્માનો ધર્મ છે “આની મને જરૂર નથી” એજ બતાવે છે કે સત્ય તેનાથી પર અને જુદુ છે. છોકરી ઢીગલી રમાડે છે પણ મોટી થતાં તેને ફેકી દે છે. એ બધી વસ્તુઓ તાબામાં રહે છે તે ઉપરથી જણાય છે કે આપણે તેનાથી મેટા અને અધિક છીએ. જે વસ્તુ આપણાથી નાની છે આધિન છે. તેને વળગી રહેવું તેજ દુઃખનું કારણ છે. •