________________
સાથે રાખવું. જીવન અને ક્રિયા એવી રીતે સધાયેલા છે કે બંનેને સાથે રાખવાની જરૂર છે.
૯૯ અતરની લાગણથી છવાતુ નથી પણ આંતર લાગણી માટે બાહાર વિષય શોધી કાઢ પડે છે. અંતરાત્માને વિચાર અને ભાગણને બરાક અતરથી છે. બહાર તે લાગણી અને વિચારને ક્રિયામાં પ્રગટ કરવી પડે છે તે તેને બરાક છે. આ બે ક્રિયા ઉપરથી ખરું સત્ય શોધી કાઢવું.
૧૦૦ એક અશને પકડે અને બીજા ભાગને ત્યજી દ્યો તે તમારી પડતી થવાની જ. બહાર લાગણી રાખે અને અતર ન. રાખે, અતર લાગણી રાખો અને બહાર નહિં રાખે તે નહિ ચાલે. બને તરફ રાખવાની જરૂર છે.
૧૦૧ પશ્ચિમા બહારના ક્ષેત્રતરફ આત્મા માટે લક્ષ આપે છે. આંતરના ભાગ તરફ લક્ષ કરતા નથી તેથી આંતરમાં આનંદ તેમને મળતું નથી, બાહ્ય આનદ મળે છે. રસાયણ શાસ્ત્રીઓ તે કહે છે કે અનતકાળ જાય તે પણ બહારની શોધ પુરી નહિ થાય.
૧૦૨ કોઈપણ કાર્ય કરે છે તે કુદરતના કાયદાનુસાર થાય છે, તેની પરીક્ષા એ છે કે, તેમાં જરાપણ અભિમાન-કર્તાપણાની લાગણી, હોવી ન જોઈએ તે તે કાર્ય કુદરતના કાયદાનુસાર થયું છે એમ સમજવુ. કાર્ય ઉપરથી માલીકી ઉઠાવી લે, તમે સેવક થઈ કામ કરે. આપણું દરેક કૃતિ-કાર્ય પરમાત્માની સાથે સમાગમ સબંધવાળી થવી જોઈએ.
- ૧૦૩ તમારામાજ પરમાત્મા કામ કરે છે, આમ ધારીને કાર્ય કરે. તમારા કાર્યમાં આનદ માને, અને તે આનદમાં પણ આનદને, દાતા વસે છે એમ જાણે. બ્રહ્મમાં જેને આનંદ છે તે સર્વમાં શ્રેષ્ઠ છે.
( ૧૦૪ આત્મવિકાશ સંપૂર્ણ થયા પછી બધું સુંદરજ થઈ જવાનું. દષ્ટિના વિકાશની શાતમાં સૌદર્ય અસંદર્ય એ બે ભેદ રાખવાની જરૂર