________________
રાખતી નથી, અને જે માણસ તેના તરફ પ્રીતિની દષ્ટીથી જેને નથી તેની સામે તે જોતી પણ નથી.
૨૨ ઓ બુદ્ધિમાન ! વર્તમાનકાળને લક્ષમાં રાખીને સર્વ વ્યવહાર કરીલે. કાલ કેવી થશે તે કોણ જાણે છે? શાણું! આવતી કાલપર ભસે ન રાખતાં કરવાનાં કાર્ય આજ અને અત્યારે જ કરી લે. આખી રાત તેની શી વાત !
૨૩ જે નાવિક ભરતીને સમય ચાચવી લે છે, તેને દરિયાની -મુસાફરી સુગમ નિવડે છે. તેવી જ રીતે મનુષ્યજીવનમાં પણ જે માણસ
અનુકુળ સંયોગને પુરેપુરે લાભ લઈ લે છે તે સમૃદ્ધિવાન થાય છે. જે માણસ તે સંધી સાંધવાનું ચૂકી જાય છે તેની જીવનયાત્રા સંકટમય અને નિષ્ફળ નિવડે છે.
૨૪ ભૂત, ભવિષ્ય, અને વર્તમાન તેમાં ભૂતકાળ એટલે જે કાળ પસાર થઈ ગયે તે, તે ગમે તે ગાજ, ફરી આપણું હાથમાં આવતું નથી. ભવિષ્ય કાળ, જે હવે પછી આવશે તે, તે આવે તે આપણે, પણ તે આવશે જ એવી ખાત્રી નથી, માટે વર્તમાન એટલે ચાલતો કાળ તેજ આપણે રહ્યો.
ર૫ વર્તમાનકાળજ તમારી જાતને સુધારવા માટે સર્વોત્તમ છે. તે કાર્યજ માટે જે તમે આજે તૈયાર નહિં હો તે કાલે થશે–અગર હશે, એવી શી ખાત્રી ?
૨૬ લાંબુ આયુષ્ય ભોગવવાના ધોરણે તમારે કાર્યક્રમ ગોઠવશે નહિ, પણ બીજીજ પળે તમારા આયુષ્યની દેરી તુટી જવાની છે, એ ભાવનાથી કાર્યમાં તત્પર રહે, અને જીવનનું સાર્થક કરે. મુલતવી રાખવાનાં હમેશાં માઠાં ફળ છે એ સતત લક્ષમાં રાખજે.
૨૭ પુરેપુરે બદલે લીધા સિવાય કાળની એક પળ પણ હાથ