________________
૭.
મતિ છે તેવી જ તમારી ગતિ થશે. કમને સખ્ત કાયદે તમને કદી પણ છોડશે નહિં.
૮૮ કૃત્રિમ પ્રેમ અને કૃત્રિમ સહદયતા ધારણ કરવી એ ઈશ્વરતું અપમાન કર્યા બરાબર છે.
૮૯ લેકે બીજાની કૃતઘતા માટે બડબડાટ કરે છે. કેઈનું જરા કાંઈક કામ કર્યું હોય તે બળાત્કારે વ્યાજ સહિત બદલો લેવા દેડાદેડ કરી મૂકે છે. પરંતુ જરા ધીરજ રાખો. શાંતિ પકડે. આ હાથે નહિં તે બીજા હાથે પણ તમને તે બદલ મળશેજ.
૯૦ તમારું નિઃસ્વાર્થ કર્મ ઈશ્વરને દેણદાર બનાવે છે. લેતી વખતે તેણે જે હાથ વાપર્યો હતો તે હાથ કદાચ આપતી વખતે ન વાપરે, પરંતુ કેઈ બીજા હાથ દ્વારા તે તમારૂ દેવું વ્યાજ સહિત ચુકાવી દેશે.
૯૧ દેપ શેધવાની દષ્ટી દૂર કરીને ગુણ ગ્રાહકતા વધારે. બંધુભાવ, કાર્ય કરવાની વૃત્તિ, સંપર્સપીને કામ કરવાની ટેવ અને મહેનત ભરેલાં કાર્ય કરવાની હાલ ઘણી આવશ્યક્તા છે.
હર શત્રુતા રાખવાથી અને વેર લેવાથી આપણું કલ્યાણ થશે નહિ. પણ આપણું કર્તવ્ય બજાવવાથી અર્થાત પ્રેમ રાખવાથી જ કલ્યાણ થશે. પ્રેમ સર્વને જીતે છે. પ્રેમથી આખી દુનિયા તમારી છે એ અનુભવ તમને મળી શકશે.
૯૩ દરેક વસ્તુની તેનાં નામ ઉપરથી નહિ પણ ગુણદોષ ઉપરથી પરિક્ષા કરતા શીખો. તમારે પોતે જ તમારી બાબતનો વિચાર કરીને તમારે માર્ગ નક્કી કર જોઈએ.
૯૪ સતત ક–પુરૂષાર્થ અદશ્ય રીતે તમને ઉચ્ચ પગથીએ ઉપર અને ઉપર લઈ જાય છે મન લગાડીને ખરાં કાર્ય કરે.