________________
૭૩ વિભાવમાંથી એક ક્ષણ પણ મુક્ત થવું તેનું નામ ખરે આનંદ છે.
૭૪ સ્વાત્મનિષ્ટ મનુષ્યને આખા જગતે એક બાજુ થઈને માર્ગ આપવો જોઈએ. જગતના પ્રભુ તમે થાઓ, નહિ તે જગત તમારા ઉપર પ્રભુત્વ જમાવી દેશે.
૭૫ બીજાના વર્તનમાંથી દોષ કાઢવામાં આપણે આપણી શક્તિને જેટલે વ્યર્થ વ્યય કરીએ છીએ તેટલી જ શક્તિ આપણું વર્તન ઉચ્ચ બનાવવાને પુરી થાય તેમ છે.
૭૬ કેવળ તમારા મનની જ કલ્પના તમારા મિથ્યા, સંકુચિત, - એક દેશીય, માયિક એવા અહંભાવપર સત્તા ચલાવે છે. તમારા - નસીબના સ્વામી તમેજ છે. તમારે જોઈએ તો ભય અને નરકની
અદર અથડાતા તેમના નીચ ગુલામ રહે અને જોઈએ તે જન્મ સિદ્ધ હો વૈભવશાળી મુકુટ ધારણ કરે.
૭૭ આત્માની એટલે નજીક આપણે હોઈશું તેટલા અધિક આપણી આસપાસ સમાનશીલ મનુષ્યો ઉપસ્થિત થશે. માત્ર પ્રથમ તમારેજ સત્યના ઝરાની પાસે ઉભા રહેવું જોઈએ.
૭૮ ત્યાગ એટલે પિતાનું સર્વસ્વ સત્ય સ્વરૂપને અર્પણ કરવું તે. આત્મજ્ઞાન વિના કાર્ય કરનાર મનુષ્યની સ્થીતિ અધારી કોટડીમાંના મનુષ્ય જેવી થાય છે.
૭૯ દીન અને પતિત લેને ખરી લાગણીથી અને માતાના જેવા પ્રેમથી જે જુએ છે તે જ ખરે ઉદાર મહાત્મા છે.
૮૦ ઉત્સાહ ભંગ કરનારી ટીકા કરવા કરતાં આશાજનક સ્નેહ ભરેલા ઉપદેશની જ જરૂર છે. ગટનો બધો કાદવ રસ્તા ઉપર પાથરવાથી હિતકારી પરિણામ નહિ આવે, તેવી જ રીતે બીજાના તરફ