________________
૭૮
દર્શન કહે છે, પછી દરેક સાથે વ્યક્તિનું જ્ઞાન થાય છે કે આ પણ એવું છે આ પણ એવું છે, એવું વિશેષ જ્ઞાન થાય છે.
૩૦ અંતર્ આત્મજ્ઞાનની સામે થવું તેજ પાપ છે. ની ટુંકી વૃત્તિની સ્કુરણા થવી તે પાપ છે. મનને ગમે તેવી પ્રવૃત્તિ તે પાપ છે. આત્મભાન ભુલાવું તે પાપ છે.
૩૧ અંદરથીજ પ્રકાશ પ્રગટ થવાનું છે, બહારનું ગમે તેવું સારું છે, પણ તેમાંથી પ્રકાશ પ્રગટ થવાનો નથી.
૩૨ જેને સ્વતંત્ર થવું હોય તેણે પરમાત્માને આધિન થવું, તાજ તે ખરેખર સ્વતંત્ર થઈ શકશે.
૩૩ પરમાત્માને પ્રેમથી આમત્રણ આપે તે તમારી પાસે આવશેજ.
૩૪ જીવન દુઃખદાઈ હોય છતાં આપણે તેને ત્યાગ કરતા નથી, તેજ જણાવે છે કે જીવન જીવવા જેવું છે પણ જીવતાં આવડવું જોઈએ, તે દેષરૂપ નથી.
૩૫ કેટલાએક કાળી બાજુ જેનાર છે. કાળું થોડું છે છતાં ઘણુ જેવું છે. ઘણું હોવા છતાં તે તરફ ડીટેકટિવની માફક તદ્દન નજર પણ કરતા નથી તેથી તે તેની પાસે જતું પણ નથી.
- ૩૬ દોષોને હઠાવવાથી આત્મબળ પ્રગટ થાય છે. બાહ્ય આંતર્ દેષને હઠાવીને બળ મેળવવાથી આગળ વધાય છે.
૩૭ સ્થળ જીવવા માટે ખોરાકની જેમ જરૂર છે તેમ અધ્યાત્મિક જીવન ટકાવવા માટે દોષોને ભોગ આપવોજ પડશે. જીવન આ પ્રમાણે જ ચાલવું જોઈએ. દોષના ડુંગરમાંશી નીકળતી જીવન નદીની ગતિ આત્મારૂપ સમુદ્ર તરફ વહન થાય છે.
* ૩૮ ભાવદવ્ય સત અને શાશ્વત છે. દરેક દેશકાળમાં આ સતજ