________________
૬૫ તેલ, બત્તી ઉપર ચડવાથી પ્રકાશરૂપ બને છે, તેમ શક્તિને_ વ્યય નીચલા ભાગમાં ન થતાં ઉપરના ભાગ તરફ ચઢે તે, આર્ષણ-- શક્તિ, તેજની વૃદ્ધિ અને પરમાનંદ પ્રાપ્ત થાય છે.
૬૬ બ્રહ્મચર્યની પૂર્ણ જરૂર છે. બાપનો કુવો કહેવાથી તૃપા છીપતી નથી, પણ પાણી પીવાથીજ. શાસ્ત્રો રાખવા કરતાં તે પ્રમાણે વર્તન કરે. સત્યનો જય થાય છે. પ્રેમને ખુશામત ગમતી નથી.
૬૭ રાખી મૂકવાજ હોય તે પથ્થર અને સોનું સરખાંજ છે. જ્ઞાનની આપ લે ન કરવાથી પોતાને જ નુક્સાન છે. અપચાથી અશક્તિ અને અશુદ્ધતા ઉત્પન્ન થાય છે. જઠર સારી સ્થિતિમાં ન હોય તે ચિંતા અને ઉચાટ વધે છે. તબિયત સારી ન હોય તે સહજમાં ગુસ્સો ચડે છે.
૬૮ બ્રહ્મચર્યના અભાવે આત્મિક અને શારીરિક શક્તિનો પણ અભાવ થાય છે.
૬૯ સ્વાર્થ અને દેહભાવના અહકારને નાશ કરે તે ધર્મ છે.
૭૦ મુશ્કેલી ભર્યા કાર્યોથી જેનુ મન ડગી જાય છે તે મનુષ્ય. છતાં ઝાડથી પણ હલકે છે. રાત્રી છે કે દિવસ, પવન હો કે તેકાન, પણ અરણ્યનાં વૃક્ષો તેને કયા ગણકારે છે ?
૭૧ જે વસ્તુ વડે મન અને બુદ્ધિ પોતાના અનિર્વચનીય મૂળ સ્થાન પરબ્રહ્મ તરફ વળીને તેમાં મળી જાય છે એવો એક ગહન વ્યાપાર તે ધર્મ છે.
હર એકાગ્રતાને લીધે મનને જ્યારે સમાધિ ચડી જાય છે, ત્યારે તેનામાં પ્રકાશ પડે છે અને એવી સમાધિ ચડતાં સત્યને વરસાદ વરસે છે, જ્ઞાનનો પ્રવાહ ચાલવા માંડે છે અને વિશ્વના સર્વ ગુપ્ત ત સમજાય છે.
કાથી પણ કયા ગણપતાના