________________
૩
અહ, મમત્વ રહિત જીવનમાંથી પતિત થઇએ છીએ. આપણા ચારિત્રને ખીલવવા માટે દુઃખ જરૂરનું છે.
૨૮. જ્યાં સુધી આપણે પેાતાના શરીરના અચાવની વૃત્તિવાળા અને પેાતાને નુકશાન કરનારા પ્રત્યે વેર લેવાની વૃત્તિવાળા છીએ ત્યાં સુધી આપણે સત્ય જીવનથી મરણ પામેલાજ છીએ, માન અપમાનને પ્રમંગ આવતાં તેની જરા પણ આપણા ઉપર અસર થવા ન દેવી એ આપણા મહાનપણાની ઉત્તમમાં ઉત્તમ સેટી છે.
૩૯ તમે નિસ્પૃહપાના દરવાજામાંથી સ્વામીપદના મેહેલમાં પ્રવેશ કરી, આત્મજ્ઞાનના દરવાજામાંથી મુક્તિપદના ખુલ્લા મેદાનમાં વિચરેા, જે કાંઇ તમારી પાસે છે તે અન્યને આપી દ્યો, તે સર્વ -ઉપરથી તમારા ાથ ઉઠાવી લ્યેા. અને પછી જુઓ કે તમે અખિલ બ્રહ્માંડના સામ્રાટ અને અધિરાજ અની જાએ છે કે નહિં ?
૪૦ દિવ્ય સ્વરૂપ સાથેના સંબંધ શાથી છુટે છે ? આદ્ય અસર, લેાકા સાથે હદ ઉપરાંત સંસર્ગ રાખવા અને ઉચ્ચ આધ્યાત્મિક જીવનમાંથી ઘણીવાર વિમુખ રહેવુ આ સર્વ બાબનાને લઇ ઉચ્ચ સ્થિતિમાંથી આપણા અધઃપાત થાય છે.
૪૧ હે આત્મન્ ! તું શુદ્ધ છે, અવિનાશી છે, તું સર્વ જ્ઞાનરૂપ છે, હું સર્વ શક્તિરૂપ છે, તુ સર્વ શક્તિને નિયતા છે, તું સર્વ સાર્યને દાતા છે, તુ આ વિશ્વમાં સકળ આનંદ સ્વરૂપ છે, આ શરીર તે તું છે એમ માનીશ નહિં, આ જગતની વસ્તુ ઉપર તું આધાર રાખીશ નહિં, એ બધાથી તું પર થા. તેને વિચાર કર. શત્રુ અને મિત્ર તું પોતેજ છે.
૪૨ ક્ષુદ્ર સ્વાર્થી ઈચ્છાએ કે જે તમને ગુંગળાવી નાંખે છે, -તેને ત્યાગ કરવાથી તમે નિવૃત્તિની સ્થિતિ પ્રાપ્ત કરી શકો. ઇચ્છા