________________
પપે
૯૧ બની શકે ત્યાં સુધી તારી છુપી વાત કોઈને કહીશ નહિ. કારણકે તે કલ્યાથી આનંદ યાતો શેક થશે. તારી છુપી વાતના જનાનામાં કોઈ પણ માણસને કેાઈ વખતે આવવા ન દે.
૯૨ ભિક્ષુકે આપણું ખરા મિત્રો છે તે આપણે બારણે આવે છે અને કહે છે કે તમારી પાસે કાંઈ હેય તે તે અમને આપો, તે તમારે સારુ અમે ઉચકીશું. અર્થાત પૂર્વભવમાં તમને તેનું ફળ મળશે.
૯૩ હજાર વખત માફ માંગે તો પણ નીચ માણસ અર ગુન્હ પણ માફ ન કરે, પણ ખુશ થવાય તેવી મહેરબાની સાથે મેટાં માણસો હજાર અપરાધ ક્ષમા કરે છે.
૯૪ સારે સેબતી અત્તર વેચનાર જે છે, માને કે કદાચ તે પિતાના અત્તરમાંથી કાંઈ ન આપે તે પણ તેને સુવાસ લેવા જેટલે તે બીજાને ફાયદો થાય છે તેમ ખરાબ મિત્ર લુહારની ભઠ્ઠી જેવો છે, એક વખત ધારે છે, તેના દેવતાથી કઈ બળે નહિં તથાપિ તેના ગરમ ધુમાડાથી તે ઈજા થયા વિના રહેજ નહિ.
૯૫ સલાહકાર સલાહ આપવામા તથા રસ્તો બતાવવામાં નરમાશની રીત રાખવી જોઈએ. તેમજ સભામા કે મીજલસમાં શીખામણ આપવી ન જોઈએ. પણ એકાતમાં અને એ પ્રસંગે આપવી જોઈએ કે જ્યારે તેને એમ લાગે કે હવે મારા વચનોની તેના પર અસર થશે. તે પણ નરમાશ અને સભ્યતાથીજ આપવી, કારણ હાલના જમાનામાં નરમાશથી બેલવું અને સારા સ્વભાવ રાખવો તેમજ મુખ રહેલું છે.