________________
૫
૮૪ સારા સ્વભાવ સિવાય બીજું કાંઈ પણ માણસાઈમાં સારૂં. નથી. દરેક પ્રસંગેામાં આ વાત ભુલવી ન જોઇએ. લાકા જોડે ખુશ મીજાજ રાખવા અને હસીને વાતચીત કરવી. અર્થાત્ શાકમાં ડુખી ન રહેવું.
૮૫ તારા મનમાં જે આવે તે વિચાર કર્યા વિના સાહસથી કર નહિ, કારણ કે તેમ કર્યાથી ભવિષ્યમાં તારે પસ્તાવું પડશે.
૮૬ તારા ઘેાડાને એટલા તાકાની ન બનાવ કે તેની લગામ તું ખેંચી પકડી શકે નહિં. કાઈ પણ બનાવ બનતાં પહેલાં તેને ઉપાય કરવા જોઈએ. જ્યારે વાત હાથથી જાય છે ત્યારે દિલગીરી કાંઇ કામ આવતી નથી.
૮૭ ખુબસુરત છતાં પવિત્રપણે રહે અને મેટાઇ છતાં નમ્રતા પકડે તે ઉત્તમ મનુષ્ય કહેવાય છે.
૮૮ તું તારા કામમાં સચ્ચાઇ વાપર તેથી તુ છુટશે ને માક્ષ. પામશે. કાઇ માસ ગમે તેટલા કાવત્રાખેાર હાય ! પણ આખરે તેને સત્યવાદીઓના ગુલામ થવું પડે છે, કમાનની દોર ઘણી સખ્ત હાય છે તે પણ તીરની પાસે તેને નમ્ર જ પડે છે.
૮૯ હંમેશાં વિચાર કર્યા વગર કાંઇ કામ કરવું નહિ. ઉતાવ-બીયાપણાના રસ્તા છેાડી દેવા. જે કાઇ પણ કામ કાજમાં ધીરજ રાખી વર્તે છે તેની અણછુટકે પણ મુરાદ પાર પડે છે.
૯૦ ઉતાવળ, કમાનમાંથી છુટેલા તીર જેવી છે; તે છુટયા પછી.. પાછું ફેરવી શકાતું નથી. ધીરજ હાથમાંની તલવાર જેવી છે, મરદ પડે તે તેને ઉપયેાગમાં લઇએ. નહીતર પડી પડી કાંઇ નુકશાન . કરતી નથી.