________________
પર
ઈચ્છાને છેડે હુ મજબુત પકડું તે જરૂર શોક અને દિલગીરીમાંથી -છુટી શકું.
૮૦ ફુલ્લક, નીચ કામ કરતાં પ્રાણ જાય તેના કરતાં કઈ ઉત્તમ મહાન કાર્ય કરતા આ દેહનો અંત આવે તે વધારે ઉત્તમ વાત છે. કામમાં તે યત્નપૂર્વક મયાજ રહેવું, યત્નથી ગમે તેવી અસાધ્ય વસ્તુ પણ સાથે થાય છે.
૮૧ સારા ભાગ્ય વડે તુ ઉચ્ચ દરજે પોંચે છે ત્યારે તું -દયા રાખવામાં પણ મજબુત રહે. જુલમી અધિકારીઓ જે રજુ-લમથી પિતાના આશ્રિતને દુખ આપે છે તેજ કારણથી તે પિતાને દુઃખી મનવાળા બનાવે છે. જુલ્મી માણસ પિતાનાજ પુજના મૂળને -નાશ કરે છે. જેણે જુલમની કમાનપર અન્યાયનું બાણ ચડાવ્યું છે
તેને તમે કહે કે અરે ! તુ સાવધાન થા. આ તારી પાછળ તેના નિશ્વાસનું હદયભેદક તીર છુપાઈ રહ્યું છે તેનો વિચાર કર.
૮૨ જેવો ક્ષમા કરવામાં આનંદ છે તે વેર લેવામાં નથી. હું તારી સમક્ષ અપરાધી છું, તું પ્રભુની સમક્ષ અપરાધી છે. જે તુ મને માફ કરશે તે પ્રભુ તને પણ મારી આપશે. ક્ષમા વૃતિ એ મોટે સદ્દગુણ છે. જેનામાં સમાગુણ છે તે મેટે નસીબવાન છે. સમાના પ્રકાશથી હદય પ્રકાશીત થાય છે.
૮૩ તું પોતે બીજાની મદદ ઈચછે તે તુ પણ બીજાને મદદ કર. દુખી માણસનુ દુઃખ ટાળ. નાસીપાસ થયેલ હોય તેની ઈચ્છા પૂરી પાડ. ન્યાયથી તારા ધર્મને અને ઘરને આબાદ કર. આ અસ્થિર માનવ જીદગીમાં કાઈ હમેશ આપણે ટકી રહેવાના નથી, પણ સારું બુર કામ હમેશાં યાદ રહે છે. તેમાં ખાસ કરીને સારા કામ માટે નાંખેલા પાયાની અસર જમાનાની સપાટી પરથી કાઈદહાડો ભૂંસાતી નથી.