________________
૯ આત્મ પ્રેમમાં પ્રારબ્ધને અલકાશજ નથી એતો કેવળ સ્વ-- તત્ર પુરૂષાર્થ છે. પિતાના વિચારથી જ સિદ્ધ થાય તેમ છે. એ તસ્વાભ્યાસિઓએ સારી પેઠે મનન કરી સંગ્રહવા જેવું છે. • ૧૦ જેવું જેનું આત્મસ્વરૂપ તેજ તેને અનુભવ, અને તેટલેજ તેને આનંદ. દષ્ટિમાં સર્વસ્વ છે. જેવી જેની દૃષ્ટિ હશે, તેવી સૃષ્ટિ થશે એ વાત સારી રીતે લક્ષમાં રાખવા જેવી છે.
૧૧ સૌને આનંદ વિના સ્વરૂપાનુસંધાનનું અન્ય સ્થાન જ નથી.
૧૨ પ્રકૃતિને એક પવિત્ર નિયમ, કે જે ઉલ્લઘન કરી શકાય તેમ નથી, તે એ છે કે, તમે કોઈપણ અપવિત્ર વિચાર, અમગળ. ધ્યાન, કે તેવું કૃત્ય ગમે તેવા એકાંત સ્થળે કરે તે પણ તમને પ્રકૃતિના દઢ અને કદી કેઈથી પણ ઉલ્લઘન ન થાય તેવા નિયમ પ્રમાણે, તેનાં કૃત્ય બદલે મળશેજ. દુઃખ અને દારિદ્ર પિતા ઉપર આવી. પડશેજ.
૧૩ સર્વ નિર્બળતા અને દુર્ગુણોનું મૂળ માત્ર અજ્ઞાન જ છે. આત્માને ન ઓળખ તેજ છે. લેકે પિતાના શરીરને આત્મા સમજે છે અને બાહ્ય જગતમાંથી સંપત્તિ પેદા કરી આનંદ મેળવવા ઈછે. છે, પરંતુ જડ શરીર એ આત્મા નથી. તમે પરમાત્મારૂપજ છે. એવી દૃઢ ભાવના કરે, અને તેને સાક્ષાત્કાર કરે.
૧૪ સામાન્ય અજ્ઞાનતાના પેટા વિભાગમાં પ્રકૃતિના નિયમનું અજ્ઞાનપણુ પણ મનુષ્યને બાધા કરે છે.
૧૫ તમે પ્રકૃતિને છેતરી શકશે નહિ. એકાંતની એકાંત ગુફામાં જઈને છુપું પાપ કરે તે પણ જે ભૂમી ઉપર ઉભા રહી તે પાપ કરે છે તે ભૂમી ઉપર ઉગેલુ નિર્જીવ ઘાસ પણ તે વાતની સાક્ષી. પુરશે જ.