________________
૧૬ હૃદયમાં પાપી વિચાર ઉત્પન્ન થાય છે તેના પરિણામેજ બાહ્ય જગતમાં દુઃખદાયક બનાવે આપણને વિટળાઈ વળે છે. આવા દુઃખનું ખરું કારણ ન જાણવાથી મનુષ્ય પોતાની સ્થિતિને દોષ દે છે, આસપાસના બનાવે ઉપર દેપ મૂકે છે. મિત્ર, બધું. સગા, આદિને દોષ કાઢે છે, પણ આ પરમ સત્ય વાત સર્વત્ર જાણતી થવી જોઈએ કે, જગતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયત્ન કરવાથી જ આપણે પોતે અંધ બનીએ છીએ.
૧૭ પ્રકૃતિને નિયમ કે વગાડીને કહે છે કે પવિત્ર રહે ! છતાં અપવિત્રતાનો આશ્રય લે તે દુબે ભોગવવાને પણ તૈયાર રહે.
૧૮ દૈવયોગે આવી પડતા વ્યાધિય અતિથિને જેઓ ઘટતા આદર સત્કાર કરતા નથી તેઓ ખરેખર કગાળ અને કૃપણજ છે, મતલબ કે વ્યાધિ, એ આત્મ જાગૃતિનું ઉત્તમ નિમિત્ત છે.
૧૯ દેહાધ્યાસ (અહકાર) ને ત્યાગ કરે, અને પોતાને -આત્મા એજ પરમાત્મા છે એ સ્વાનુભવ કરે એ સર્વ પુસ્તકનો સાર છે.
૨૦ બધા ભેદભાવ અને બધાનું મૂળ કારણ તે મિથ્યા અહકારજ છે, તેનો નાશ કરે એટલે આત્મા પ્રત્યક્ષ થશેજ.
૨૧ વાદ વિવાદથી સત્ય કદી પ્રાપ્ત થતું નથી, પરંતુ ખરા આતુર -અને ગભિર વિચારથી જ તે પ્રાપ્ત થાય છે.
૨૨ શરીર અને મનને ખરેખ અને વ્યવહારિક ત્યાગ જ્યારે થઈ શંક છે ત્યારેજ આત્મામાં પ્રેમને અગ્નિ પ્રજ્વલિત થાય છે, ત્યારેજ મનુષ્યના આત્મામાં રહેલાં સ્વર્ગનાં દ્વાર ખુલ્લાં થઈ જાય છે.
૨૩ કેઈએ આવીને કહ્યું કે લોકો તમારે માટે આમ બેલે છે