________________
વિચાર રત્નમાળા.
ચોથી માળા. નં. ૪. ૧ આત્મદષ્ટિને વિસ્તાર, અભેદનું સામ્રાજ્ય, આનદની મૅનતા, અને ભેદનુ મિથ્યાત્વ અનુભવ કરે.
૨ નમ્રતા, અંતઃકરણની શુદ્ધતા, બુદ્ધિબળ અને હિમ્મત, આ ચારથી કાર્ય સિદ્ધ થાય છે.
૩ મન, વચન, શરીર, એ ત્રણેનું એક સરખુ વર્તન થવું જોઈએ. જેવું મનમાં તેવું જ ક્રિયામાં.
૪ ગમે તેવું સાંભળીને કે દેખીને મન ખેદ કે આશ્ચર્ય ન પામે. તેવી સ્થીતિસ્થાપક શા મનની થવી જોઈએ.
૫ પદાર્થ માત્રની કાળી બાજુ ન દેખતા ધાળી બાજુજ દેખવી. જોઈએ. સેંદર્યતાજ જેવી, તેથી આપણે ઉદ્ધાર થાય છે.
૬ પવિત્ર મહાપુરૂષના ઉચામાં ઉચા જીવનને દૃષ્ટિ આગળ રાખી પિતાના મન, વચન, શરીરને તે પ્રમાણે પ્રવર્તાવવાની ટેવ પાડવી જોઈએ.
૭ મનને શુદ્ધ કરવા માટે કાયમ પવિત્ર મત્રનો જાપ કરવે. અને મનને સ્થિર કરવા નિર્વિકલ્પ ધ્યાન કરવું જોઈએ.
૮ ગમાત્રનું પ્રથમ દ્વાર પ્રેમ, વિશ્વાસ, સાહસ, અને સ્વાપણ એ વિના અન્ય નથી. સત્યને અનુભવવાની ઇચ્છા હોય તે એ ચારે વાત ધારણ કરવી.