________________
૪૫
આપણે મગજ ગુચવાયેલુ કાકડું ઉકેલવાનો ઉપાય શોધી કાઢે છે.. અથવા વખત જતાં સારી સલાહ મળે છે.
૪૧ ઉતાવળે કામ કરી પાછળથી તે ભૂલ સુધારવા બદલ ઉજા-- ગરા કરવા કરતાં, કામ અધુરૂં મૂકી ઉઘ લેવી એ વધારે ડહાપણુ ભરેલું કામ છે. શાણપણને ઈમારત બાંધવા માટે જે સામાન જોઈએ તે જ્ઞાન પુરૂ પાડે છે. એ ઈમારતને પાયે જ્ઞાન જ છે.
૪૨ શાણું માણસ બીજાના અનુભવને પિતાનો કરી લે છે. જે માર્ગે જવાથી બીજા માણસે ખત્તા ખાધા હોય છે તે માગે તે કદી પણ જતા નથી.
૪૩ મૂર્ખ માણસ જાતે ખત્તા ખાય છે ત્યારે જ તેનામાં શાન આવે છે ત્યારે જ તે પાછા હઠે છે.
૪૪ સદુપદેશ વડે સુધરવું એ શાણપણનું લક્ષણ છે. જાતે ઠોકર ખાધા સિવાય બીજાની શીખામણ સાંભળવાથી જ સુધરવુ તે સર્વોત્તમ છે, પણ બીલકુલ નહિ સુધરવું તેના કરતાં ઠોકર ખાઈને સુધરવું એ બહેતર છે.
૪૫ અનુભવની શાળા દુઃખથી ભરેલી છે પણ મૂર્ખ માણસ માટે તે સિવાય બીજી કઈ શાળા કામની નથી. બીજાનું જોઈ તેઓ શીખી શતા નથી, પણ જાતના અનુભવ પછીથીજ તેની આંખે ઉઘડે છે. અર્થાત અનુભવની સપ્તશાળામાં ઘડાયા સિવાય તેઓ સુધરી શક્તા નથી.
૪૬ મનન કે અધ્યયનનુ કામ ઘણું કઠણું છે. માનસિક શ્રમની આગળ શારીરિક શ્રમ છેકરાંની રમત જેવું છે. વળી સ્નાયુનો થાક જ્ઞાનતંતુઓ કરતાં વધારે ઝડપથી ઉતરી જાય છે. અધ્યયન કે ચિંતનને માર્ગ અત્યંત વિકટ છે ખરે. પણ તેનાથી કર્તવ્યનો માર્ગ સરલ. અને સ્પષ્ટ થાય છે.