________________
૪૮
નહિ. વળી તે એ સાક્ષી છે કે આપણે પોતે પણ કદી લાલચ આપી તેને ફેડી શક્તા નથી આપણું કાઈ વર્તન તેનાથી છાનું રહેતું નથી.
૫૭ આપણે આપણી જીભને અંકુશમાં રાખી શકીએ. આપણું. ખરા ભાવ છુપા રાખી મુખમુદ્રા ઉપર બીજા ભાવ પ્રગટ કરી શકીએ. મનોવિકારને નિગ્રહ કરી શકીએ, પણ આપણું હૃદયમાં વાસ કરી રહેલા અંતર્ આત્મા ઉપર, આપણે અમલ જરા પણ ચાલી શકવાને નથી. આપણે દુષ્કર્મ કરવા જઈએ કે તરત જ તે આપણને ટપકે આપી પાછા હઠાવે છે. ઠપકાની ઉપેક્ષા કરી આપણે દુષ્કર્મમાં પ્રવૃત્ત થઈએ તે પણ તે શાંત બેસી રહેતો નથી. આપણું અંતઃકરણ હમેશાં આપણને ડંશ દે છે અને આપણી ચિત્તની શાંતિને હમેશને માટે નાશ થાય છે, માટે સર્વ કાર્યમાં તેની સલાહ માંગવી અને તે જેસલાહકે આજ્ઞા આપે તેનું અનુકરણ કરવું એજ ખરા શાણપણનું કામ છે.
૫૮ મનમાં વિચારને પ્રવેશ થવા ન દે તે મનની શુદ્ધિછે. શરીર, અન્ન, વસ્ત્ર, જળ, ઈત્યાદી વસ્તુઓ સ્વચ્છ રાખવી તે બાહ્ય શુદ્ધિ છે. બહારની સ્વચ્છતા મનને પ્રફુલ તથા શુદ્ધ રાખે છે. બહારની મલીનતા મનને મલીન તથા વિકારી બનાવે છે. પવિત્ર વાતાવરણમાં ઉભા હોઈએ ત્યારે મનમાં વિચાર પણ પવિત્ર આવે છે. સ્વચ્છ સ્થળમાં મન પવિત્ર રહે છે. બાહ્ય શુદ્ધિ કરતાં આંતરશુદ્ધિ વધારે કીંમતિ છે. મન મેલું હોય તે ફક્ત બાહારનો ઠાઠમાઠ દુનિયાને છેતરવાજ અર્થ સારે છે.
૫૯ ઈતિઓને સ્વચ્છદપણે વર્તવા દેવામાં આવે તો તે મનને. વિષયના ખાડામાં લઈ જઈ નાખ્યા વગર રહેતી નથી, અને તે જેમ જેમ નિરકુશ થતી જાય છે તેમ તેમ તેમને તૃપ્ત કરવા માટે મન.