________________
૪
૪૭ મર્યાદાનું ઉલ્લંધન સર્વ ખાબતમાં હાનિકારક છે. સદ્દગુણને પણ મર્યાદા હેાય છે અને તેનું અતિક્રમણ થતાં તે કેટલીક વાર દુર્ગુણ થઇ પડે છે. એકદર રીતે ઉપયાગી, નિર્દોષ કે આખરે ક્ષમા કરવા ચેાગ્ય ખાખતા પણ મર્યાદાનું ઉલ્લંઘન કરવાથી ત્યાજ્ય કે નિંદ્ય થઇ ગણાય છે. ૪૮ ઉદારતા એ સદ્ગુણ છે પણ મર્યાદા કે વિવેક વગરની ઉદારતા એ ઉડાઉપણું ગણાય છે. તેવીજ રીતે ગજા ઉપરાંતની હિમ્મત એ અવિચારીપણામાં ખપે છે.
૪૯ દુર્ગુણ એ એવા ભયકર પિશાચ છે કે તેને જોતાંવેંતજ તેના તરફ તિરસ્કારની લાગણી ઉત્પન્ન થાય છે, પણ જો રાજ તે રાજ તેના તરફ જોયા કરીએ, તેની સાથે પરિચયમાં આવીએ તે શરૂઆતમાં આપણે તેની ઉપેક્ષા કરવા લાગીએ છીએ, પણ પાછળથી આપણા મનમાં તેના માટે ક્યા ઉત્પન્ન થાય છે અને આખરે આપણે તેને ભેટી પડીએ છીએ.
૫૦ દુષ્ટ પુરૂષોને શિક્ષા કરવા ઈશ્વર કાંઇ નવાં હથીયારે ખનાવતા નથી પણ તેમના દુર્ગુણ વડેજ તેને શિક્ષા થાય છે. વ્યસની “માણસાને તેનાં દુર્વ્યસનેાજ ખરાબ કરે છે. પાપજ પાપીને ખાય છે. ૫૧ કાઈ કાઇ વખતે મૂર્ખાઈ પણ દુર્ગુણ કે વ્યસનના જેટલીજ ધાતક નીવડે છે. દુનિયા ઉપરના ઘણા અનર્થ મૂર્ખાઈને પણ આભારી છે. એક માણસ ખીજા માણસને મારી નાંખે, પછી તે પૈસાના લેાભે, જુના વેર નિમિત્તે । ગાંડછાના આવેશમાં, એ બધાના નિર્ણય તેને કેવી સજા કરવી, કેટલે અંશે ધ્રુષપાત્ર ગણવા, એ ગુન્હા શેાધક ખાતાની બાબતમાં ઉપયાગી છે, પણ તેના કૃત્યથી જગત્ને નુકસાન થયું, એક જીવની હાની થઈ, તેમાં તેને લીધે કશા ફેર પડતા નથી.