________________
કરવી ? આવી મુંઝવણ ઘણી વાર થાય છે, એ વખતે જે કાર્ય સૈથી ઓછી રૂચીવાળુ હોય તે પહેલું હાથ ધરવું. દેખીતી અરૂચીવાળું પણ. કઈ વખત તે પરિણામે લાભદાયક નિવડે છે. વળી જે વખતે સર્વ શક્તિઓ તથા મન તાજા હોય અને થાક્યા વગરનાં હોય છે, તે વખતે એવાં કામ જલ્દી સિદ્ધ થાય છે. અને જે કામ વિશેષ રૂચીવાળાં હોય તે કામ થાક્યા પછી હાથ ધરવામાં આવે તે પણ હશે હેશે કરાય છે.
૩૩ કાળ નિર્દય પણ છે અને દયાળ પણ છે. તેણે હજારે. માણસનાં જીવન ખરાબ કરી નાંખ્યાં છે અને તેણે હજારેને સુખની પરાકાષ્ટાએ પહોંચાડ્યા છે, સારાંશ કે જેણે કાળને જે વ્યય કર્યો. છે તેવું ફળ તેને પ્રાપ્ત થાય છે.
૩૪ આયુષ્ય ક્ષણિક છે, જે ઘડી જાય છે તે આપણી છે, બીજી પળ કેને દીઠી છે ? આવા વચન ઉપરથી કેટલાક એ સાર ગ્રહણ કરે છે કે ચેતબાજી ઉડાવવી એજ ખરું છે. જેટલું ભોગવી લીધું તેટલું આપણું પાછળ શું થશે ? કેણે દીઠું છે ? આ વિચાર શ્રેણું અત્યંત હાનીકારક છે. ગઈ કાલ પાછી આવવાની નથી એ વાત ખરી, પણ પ્રત્યેક પળની કૃતિનું ફળ ચીરસ્થાયી છે, માટે દરેક પળ સત્કાર્યમાં જવી જોઈએ. આયુષ્ય ટુંકું છે માટે તેને દુરૂપયોગ. નહિ કરતાં, સત્કર્મ કરવામાં તે વ્યતિત કરવું જોઈએ.
૩૫ આપણે જે કર્મ કરીશું તે ઉડી જવાનાં નથી પણ તેને. -સંસ્કોર પાછળ રહી જવાના છે. આપણી કૃતિનાં ફળ ભોગવ્યા સિવાય. છુટકે નથી તો પછી તે કર્મો સારાંજ કરવાં જોઈએ. જેથી ચીર-- સ્થાયી શાંતિ મળી શકે. સત્ય પૂર્ણ જીવન છે, અને બીજાને સંકટ.