________________
માંથી પસાર થવા દેવી નહિ. પ્રત્યેક પળ કેટલી કીમતી છે તે જે લેકે મરણપથારીએ પડયા હોય, તેમને પુછી જોશે તે બરાબર સમજાશે. ગુમાવેલું દ્રવ્ય પાછું મળવાનો કેઈ દિવસ સંભવ રહે છે, પણુ ગુમાવેલે વખત કદી પણ પાછો આવતો નથી.
૨૮ શાણું પુરૂષનું એ કર્તવ્ય છે કે આ જગત ઉપર એટલે કાળ રહેવાનું હોય, તેટલા કાળમાં બને તેટલું જીવનનું સાર્થક કરી લેવું. પસાર થતી પળને જે સારો ઉપયોગ કરી લે તેજ શાણે પુરૂષ છે. જેણે પિતાનું જીવન સારી રીતે ગાળ્યું હોય તેજ દીર્ધાયુષી ગણાય. છે. જે કાળને દુરૂપયોગ થાય છે તે કાળને જીવ્યાની ગણતરીમાં લેવાનું નથી, કેમકે તે તે એળે ગુમાવ્યો ગણાય છે.
૨૯ તમે જે શાણું છે, તે કોઈપણ કામ આવતી કાલપર મુલતવી રાખશે નહિં, કેમકે આવતી કાલને સૂર્યોદય તમે નજ દેખી. શકે એમ પણ કદાચ બને.
૩૦ દરેક કામને માટે નક્કી કરી રાખેલા વખતમાં તે કામ પુરું કરી દેવું, જેથી બીજા કામની આડે તે આવે નહિ. દિવસમાં જે કામ કરવાનાં હોય, તેને કમ તથા તેની પાછળ ગાળવાને વખત. સવારમાં કે આગલી રાત્રે નક્કી કરી રાખ. જે તેમ નહિં કરે તે ઘણે કિંમતી વખત નકામે ચાલ્યો જશે. “વખત આવે થઈ રહેશે” થવાનું હશે તે થશે એમ બોલનારે વિનાશ પામે છે.
૩૧ જે માણસ પિતાનું કામ નિયમિત રીતે અને વ્યવસ્થાસર કરે છે તે માણસ ચાર ગણું કામ કરવા છતાં પણ આખો દહાડે નવરે ને નવરેજ માલુમ પડે છે. આગળ ઉપર કરવાના કામનું ધારણ આગળથી નક્કી કરી રાખનાર માણસ મુંઝાતો નથી.
૩૨ ઘણાં કાર્ય કરવાનાં હોય છે ત્યારે ક્યા કાર્યથી શરૂઆત