________________
૩૮
પછી ધન અને અધિકારના મદને લીધે તેઓ ભ્રષ્ટ થયા છે. નેપોલીયન પણ આખરે ગર્વિષ્ટ થયો હતો.
૧૦ દ્રવ્યને અતિલોભ નિંદ્ય અને ત્યાજ્ય છે ખરે, પણ ન્યાયમાર્ગથી દ્રવ્ય સંપાદન કરીને ભવિષ્યના બચાવ સારૂ કરકસરથી રહેવું તે કઈ પણ રીતે અઘટિત નથી.
૧૧ આજની આવક ખરચી નાખવા કરતાં ગઈ કાલની બચતમાંથી ગુજરાન ચલાવવું તે વધારે પસંદ કરવા યોગ્ય છે; પણ આજના ગુજરાનને આધાર આવતી કાલની પેદાશ ઉપર રાખ, તે મૂર્ખાઈ ભરેલું છે. અર્થાત “આગળ કમાઈશું” એવી આશાએ અત્યારની જરૂરીયાત માટે, દેવું કરવું તે મૂર્ખાઈનું લક્ષણ છે. આજને ઉડાઉ તે આવતી કાલને નિર્ધન છે. ઉડાઉ માણસ નિર્ધન થયા વિના રહેતો નથી.
૧૨ ડી પુજીએ થોડી કાળજી, મેટાની જવાબદારી પણ મટી જ હોય છે. જેટલું તું ભેગવીશ, અગર સુપાત્રને દાન કરીશ તેટલુંજ ધન તારું છે, બાકીનું તે બીજાનું છે. તુતે માત્ર તેના રક્ષણ કરનાર ચેકીદાર જેવો જ છે.
૧૩ જેમ અજ્ઞાન વધારે તેમ બીક પણ વધારે હોય છે.
૧૪ રસીક અને સહદય પુરૂષોને આ સૃષ્ટિ પ્રત્યેક ડગલે આનદમયજ લાગે છે. શાણા અને સવદ્ર્તનશાળી પુરૂષને આ સૃષ્ટિ દેવી સત્વથી ભરેલી જ લાગે છે, પણ તેનું ખરું સ્વરૂપ સમજવા માટે આપણે તેના તરફ પ્રેમની દૃષ્ટીથી જોવું જોઈએ.
૧૫ જે લેકે સૃષ્ટિનું સૌદર્ય સમજી શકે છે, તેમને દુઃખ કઈ જાતને સંતાપ કરી શક્ત નથી. એવા લેકે નિર્મળ, ભૂરા આકાશ તરફ, કે તારાના સમૂહ તરફ, કે ઘૂઘવાટ કરતા સમુદ્ર તરફ, કે