________________
ઉપર ઈતિરાજી થાય છે તેના દરેક કામમાં દેવું માલુમ પડે છે, પણ મમતા હોય છે તેનાં દરેક કામ સારાં લાગે છે. જેના ઉપર તમે. વિશ્વાસ રાખી શકે નહિ તેની સાથે મિત્રતાને સંબંધ જોડે નહિ અને એકવાર મિત્ર માને તે પછી તેના ઉપર અવિશ્વાસ કદી. રાખે નહિ.
૫ શત્રુ આપણને નુકશાન કરી જાય છે, અને મિત્ર અત્યંત લાભક્ત છે તે યથાર્થ છે પરંતુ આપણી જાતના જે ખરે મિત્ર અને કટ્ટો શત્રુ બીજે કઈ નથી.
૬ પૈસે અને સંપત્તિઓ, એ ઈન્દ્રવારણાનાં ફળ જેવાં છે. તથા સત્તા અને, પ્રતિષ્ઠા, એ પવન ભરેલા ખાલી પુરપાટા જેવી છે. સત્કર્મ એજ માણસની ખરેખરી સંપત્તિ છે. સદ્દવર્તન એજ દુનિયા. ઉપર કિંમતિ ચીજ છે.
જગતમાં સૌથી અગત્યની ચીજો તપાસીએ તે સ્વચ્છ હવા, ચોખ્ખું પાણી, સારે ખોરાક, નિરામય શરીર પ્રકૃતિ અને પવિત્ર અંતઃકરણ એટલાં છે.
૮ ગરીબ માણસમાં જો ઉદ્યોગીપણું અને ખત એ બે ગુણ હોય તે તે સુખી જીવન ગાળી શકે છે, પણ શ્રીમતનામાં જે ઉદારપણું, દાનશીલપણું, મિતાચાર, દીર્ધ દૃષ્ટી, ઈદ્રિયદમન ઈત્યાદિ ગુણ હોય તે જ તે અંકુશમાં રહી શકે છે, નહિંતર તેનું અધઃપતન થયા સિવાય રહેતું નથી.
૯ અધિકાર અને ધન એ બે ઘણી ઘણું ભયકર વસ્તુ છે. તેના લીધે ઘણુ અનર્થ ઉપજે છે તે ઇતિહાસ ઉપરથી જણાય છે. રોમના કેટલાક શહેનશાહ બચપણમાં સારા હતા, પણ ગાદીએ બેઠા.