________________
૧૫
નથી. આ કારણથી જ ઉપવાસનો દિવસ ધર્મક્રિયા માટે યોગ્ય મનાચેલો દેખાય છે.
૮૬ આધિ, વ્યાધિ, કલહ, બકબકાટ અને વિના પ્રયોજને માર સહન કરે એ સઘળું એક સ્થળે દેખવામાં આવે છે ? એમ મને જે કોઈ પ્રશ્ન કરે તે હું તેને ઉત્તર એટલે જ આપું કે જ્યાં આગળ લેકે એકઠા થઈ દારૂ પીવે છે ત્યાં તે સર્વ હોય છે.
૮૭ મદ્યપાન સેવનથી માણસ નિર્ધન થાય છે. મદ્યપાનને અંગે રહેલા અનર્થમાં આ સૌથી નજીવો અનર્થ છે પણ મને લીધે માણસ પશુ કરતાં પણ નીચ બને છે. તેને મોટી આફતો. આવી પડે છે તે તેણે જાતે માંગી લીધેલી હોય છે. માંથી વધારે બીવાનું કારણ એ છે કે તેનું ખરૂ સ્વરૂપ અત્યંત ભયંકર છતાં બહારથી તે ઘણુંજ મેક લાગે છે. મદ્યપાનના સેવનથી બેચેની દૂર થઈ ઉત્સાહી થવાશે, એવા ખોટા ખ્યાલથી અનેક માણસે ખુવાર થયા છે, અને થાય છે. મદ્યપાન શરીર સંપત્તિની હાની કરે છે. મદ્યપાન કરનારનારના આયુષ્ય મદ્યપાન નહિં કરનાર કરતાં ઘણું એાછાં હોય છે. માનસિક સંપત્તિની પણ હાની થાય છે, શાન્ત અને સુસ્ત માણસ પણ મદ્યપાનથી તકરારી અને ટટાર થાય છે. તેની વિષય ઇતિઓ અમર્યાદિત થાય છે.
૮૮ કોમળ અને સુગંધીદાર પુષ્પ તો માથા ઉપર ધારણ કરવા
જ ગણાય, તે કાંઈ પગતળે કચરી ન નખાય. તેમ આ શરીરનું દિવ્ય મંદિર બનાવવું એ આપણું મરછ અને સત્તાની વાત છે.
૮૯ પરિશ્રમ–મહેનત એ સર્વે મુશ્કેલીઓનો પરાભવ કરે છે. ગેચ પશ્ચિમ જાતે જ આનંદરૂપે છે. આળસ એ શરીરનો કાટ છે. લોઢું કટથી જેમ ખવાઈ જાય છે, તેમ શરીર આળસથી ખવાય છે.