________________
૩૪
સ્નેહી મિત્ર મળવા દુર્લભ છે, કે જેઓ પોતાના જીવના ભેગે પણ ખરી વખતે મિત્રને સહાય કરે છે.
૯૩ મિત્રના ઉપર આપણે બધી રીતને હક છે ખરો, પણ તેની પાસે કોઈપણ ખોટું કે આબરૂને લાંછન લાગે એવું કામ કરાવવાની આશા રાખવી જોઈએ નહિ. સ્નેહ દુર્ગુણને નહિં પણ સટ્ટગુણને પિષા થ જોઈએ.
૯૪ ખરા મિત્રે જરૂરના પ્રસંગે પોતાના નેહીના કાન ઉઘાડવામાં જરા પણ સંકોચ માનો કે પાછી પાની કરવી નહિં. ફક્ત તેની ફજેતી ન થાય અને તે ઉપહાસને પાત્ર ન બને એ ઢબથી કહેવું જોઈએ. શત્રુને માઠુ લગાડવાની હિમ્મત ગમે તે માણસ કરી શકે છે, પણ મિત્રને માઠું લગાડનારા વિરલાજ મળી આવે છે.
૯૫ મિત્રોની સાથે વાદવિવાદ કરવામાં ઘણું જોખમ રહેલું છે. તકરારમાં ઉતરવાથી ઘણી વખત વિપરીત પરિણામ આવે છે. મિજાજ ખાઈને બેલાવાથી માઠું પરિણામ આવે છે. મનુષ્યનો સ્વભાવ જ એ છે કે પોતાની ભૂલ કબુલ કરવી તે તેને બહુ વસમું લાગે છે, માટે મિત્રએ કોઈ દિવસ વાદવિવાદમાં ઉતરવું નહિ. તેમ કરવાથી મિત્રતામાં હમેશ માટે ફાટ પડે છે.
૯૬ મૈત્રી અખડ જાળવવાની ઈચ્છા રાખનારાએ મિત્રની સાથે વાદવિવાદ, પૈસાનો વ્યવહાર, અને તેની સ્ત્રીની સાથે વાતચિત, એ ત્રણનો ત્યાગ કરે.
૯૭ જેના સમાગમમાં આવ્યા હોઈએ તેની વૃત્તિ કે શેખને અનુકુળ એવા વિષયજ ચર્ચાને માટે પસંદ કરવા જોઈએ. વાતમાં ને વાતમાં કેટલાક આડા અવળા સ્વાલ પૂછીને સામાની વૃત્તિ અગર