________________
૩૫
-રૂચી શી છે તે જાણી લઈએ તે દુનિયામાં એક પણ માણસ એવો -નહિં મળે કે જેના સમાગેથી લાભ અગર આનંદ ન પ્રાપ્ત થાય.
૯૮ સમાન આચાર વિચારવાળા મિત્ર સાથે વાર્તાવિનોદ અને તેમના સમાગમમાં વખત ગાળવાથી થતો આનંદ અને સુખ -અવર્ણનીય છે. સંપત્તિથી મળતો આનંદ પણ તેની આગળ તુચ્છ છે.
૯૯ જેને સમાન દીલને સ્નેહી ન મળે, તેણે સૃષ્ટિસૌંદર્ય ઉપર પ્રીતિ રાખતાં શીખવું જોઈએ, જેને સૃષ્ટિ ઉપર પ્રેમ છે, તેને બીલકુલ એક્લાપણું છેજ નહિં સૃષ્ટિ સૈર્ય શાંત અને સ્વસ્થતાનું ષક છે. સૃષ્ટિની લીલા નિહાળવામાં જેનું મન મગ્ન રહે છે, તેને આનંદને સુકાળ છે.
૧૦૦ એકાંતવાસ સુખકર કે દુઃખકર નિવડે તેનો આધાર પિતાની જાતના ઉપરજ રહે છે. જેવી જેની વૃત્તિ, જેવું જેનું • વર્તન, તે પ્રમાણમાં એકાંત વાસ તેને માટે સ્વર્ગ કે નર્ક સમાન, વિશ્રાંતિ કે શાંતિનું સ્થળ, અગર દુઃખ કે સંતાપનુ સ્થળ નિવડે છે. એકાંત વાસ કેટલાકને આશિર્વાદ સમાન નિવડે છે, તો કેટલાકને શ્રાપ સમાન થઈ પડે છે. એકાંત કેટલીક વાર દુષ્ટ વિચાર અને વાસનાને જન્મ આપે છે અને પોષે છે. દુષ્ટ મનુષ્યને એકાંત વાસ દુષ્કૃત્યનું સ્મરણ કરાવી તેના હૃદયમાં દાહ ઉત્પન્ન કરે છે, ત્યારે વૈરાગ્ય શીલ મનુષ્યને એકાંત અત્યંત પ્રિય લાગે છે.
- ૧૦૧ આત્મ જાગૃતિ વિનાના માણસૈના સહવાસમાં જેમ જેમ વધારે રહેવાય છે, તેમ તેમ ખરું મનુષ્યપણું ઘટતું જાય છે. જે ખરે માણસ છે તેણે માણસેથી અલગ રહેવું જોઈએ.
૧૦૨ જેનું મન સ્વાધિન છે, તેને ભરવસ્તીમાં પણ એકાંતજ છે. અંધારી ગલીઓમાં તથા ઘંઘાટવાળા રસ્તામાં ફરવા છતાં પણ ઘણું માણસે પિતાનું નિત્યકર્મ વધારે ઝડપથી કરી શકે છે. જે