________________
૩ર
કરવાને માટે પૂરતું છે, તેમ મમતા કે સહાનુભૂતિવાળો એક શબ્દ નિસ્તેજ ચહેરા ઉપર આનંદ ઉપજાવી શકે છે. બીજાને આનંદ આપ-- વામાંજ આપણને આનંદ મળે તેમ છે.
૮૨ આપણે કેઈના મનના ઘા રૂઝાવી શકીએ, કેઈના અંતઃકરણમાં ચુંટી રહેલું શલ્ય કાઢી શકીએ, કોઈના મગજમાં ભરાઈ રહેલી ફીકર ચિંતાને બહાર કાઢી શકીએ, અગર કોઈની છાતીને. દાહ મટાડી શકીએ, તે તે જેવા તેવા પરોપકારનું કામ નથી.
૮૩ તમારાથી કાંઈ બની ન શકે તે લાવવામાં પણ મમતા. ચૂકશો નહિં, દુઃખીના દુઃખની વાત સાંભળવાથી પણ તેનું દુઃખ ઓછું થાય છે, તેને ઉભરે શાંત થાય છે, કેવળ શુભ ચિંતનથી પણ. સામાનું ભલું કરી શકાય છે.
૮૪ નિર્બળ મનુષ્ય તરફ સ્નેહભાવથી વર્તો, તેમનામાં જે કઈ . સારા ગુણ હોય તે તરફ આદર બતાવે અને તેનામાં જે કાંઈ દોષ. કે દુર્ગુણ હોય તેની ઉપેક્ષા કરે. કોઈ પણ રીતે મનુષ્ય અન્યને. ઉપયોગી થવું જોઈએ.
૮૫ કેઈની પ્રીતિના પાત્ર થવુ, તે કરતાં કોઈને પ્રીતિને પાત્ર બનાવવ એ વિશેષ સારું છે. પ્રેમનું સામર્થ્ય અગાધ છે. ભય કરતાં પ્રીતિ ઘણુ ફળ નીપજાવી શકે છે. તેમાં નાનાં બાળકે તે જેટલાં પ્રીતિથી વશ થાય છે, તેટલાં ભયથી વશ થતાં નથી. ઈશ્વર પણ હયોગ કરતાં પ્રેમથી વશ થાય છે તો બીજા માટે શું કહેવું છે અર્થાત . પ્રેમથી જગત છતાય છે.
૮૬ બીજે આપણને બગાડ કરે, તે કરતાં આપણે તેનો બગાડ કરીએ તેથી આપણને વધારે નુકસાન છે. કેઈ આપણે અપકાર કરે તે તે સહન કરીને બેસવું, પણ આપણે કોઈને અપકાર કરવાની.