________________
લાલ હ
નીતિ વિચાર રત્નમાળા.
- બીજીમાળા નં. ૨. ૧ બીજાઓની ઉપર અધિકાર ભોગવવા ખાતર પોતાની સ્વતંત્રતા ખવી એ તે બેટનોજ વધે છે. સત્તા મેળવી અને સ્વતંત્રતા ગુમાવવી, બીજા ઉપર સત્તા ચલાવવા મથવું અને પોતાની જાત ઉપરનો કાબુ ખોઈ બેસ, એતો પુત્ર લેવા જતાં ધણ ઈ બેસવા જેવું અયોગ્ય છે.
૨ કીર્તિએ સુખના સ્મશાન તુલ્ય છે.
૩ સંપતિ, માનપાન, અને સત્તાને લીધે માણસ, જીવનમાં બીજાં સુખોનો ઉપયોગ કરવા માટે નાલાયક થઈ જાય છે. એવા વૈભવ અને મેટાઈ તને રામ રામ છે. '
૪ જે માણસ બીજાના માથા ઉપર પગ દઈને ચાલવાની ઈચ્છા રાખે છે, તેમને કઈ દિવસ શાંતિ કે સુખને અનુભવ મળતો નથી. શાંત અને સુખી જીવન ગાળવાની ઈચ્છા રાખનારે મેટા થવાની લાલસા મૂકી દેવી જોઈએ.
૫ દુનિયામાં પિતાની વાહવાહ કહેવરાવવી, મોટાઈ મેળવવી એના જેવો જોખમ ભરેલે ઘધે બીજો એક પણ નથી. કીર્તિ કે સત્તા મેળવવા માટે કેશીશ કરવાની કે વળખાં મારવાની જરૂર નથી. તમે શાણ અને સારા હશો તે તમારી ઈચ્છા વિના પણ તે તમારી સમક્ષ હાજર થશે.