________________
માયુ મારવાની અને પારકાની ભાંજગડમાં પડવાની ટેવને લીધે ઘણું માણસો દુઃખી થતા હોય છે. મૂર્ખ લેકેને બીજાની, ભાંજગડમાં પડયા. સિવાય ચેન પડતું નથી.
૪૭ આપણે જે બીજાના કામમાં માથું મારવા ન જઇએ, તે. આપણું કામમાં તે માથું મારવા નહિજ આવે.
૪૮ દુનિયામાં દેવી અને વિના કારણે બીજાને ઉપદ્રવ કરવાના. સ્વભાવવાળા માણસોની ખોટ નથી.
૪૯ શાંતિને ચાહનારાઓએ આ સૂત્ર અજમાવી જેવા જેવું છે કે વઢવાડ કરનારીને વઢવાડ કરનાર કેઈ સામું નહિ મળે તો એની મેળે થાકીને તે ઘરમાં બેસશે.
૫) આપણું પોતાના દોષ કે પાપાચરણને લીધે આપણે જે દુઃખ ભોગવવાં પડે છે, તે આપણે જાતે બહેરી લીધા જેવાજ છે. ન્યાય રીતે તેમાં ફરીયાદિ ઉઠાવવાને આપણને જરા પણ હક નથી. દારિદ્ર, મદવાડ કે સંકટ એ બધાને લીધે જીવન કષ્ટમય થતું નથી, પણ એકલપેટાપણું, અતિલોભ, અહકાર અને પાપાચરણ ઈત્યાદિ દુર્ગુણને લીધેજ જીવન અસહ્ય દુઃખરૂપ થઈ પડે છે.
૫૧ ઉપલક દૃષ્ટીથી જોતાં કેટલીક બાબતે આપણને ફ્લેશ કારક લાગે છે, પણ વાસ્તવિક રીતે જોતાં તે આપણું હિત કરતી હોય છે. સંકટને શૈર્યથી સહન કરીએ અને કેડ બાંધીને સામા થઈએ તો આપણી ઉન્નતિ થયા સિવાય રહેતી નથી. શીયાળાની ટાઢનો ચમકારે શરીરને ધ્રુજાવે છે ખરો, પણ તેથી શરીર દઢ ને મજબુત થાય છે. સંપતિએ જેમનાં હાડ શીથીલ કરી નાખ્યાં હોય છે તે માણસો વિપત્તિને ઝપાટે સહન કરી શક્તા નથી.