________________
અંશ છે. સંકટમાંથી શાણપણ વાપરીને સાર લેવામાં આવે છે તેથી આપણી રહેણી કરણી કેળવાય છે અને આત્માવલંબીપણુને તે ગુણ જાગૃત થાય છે.
૬૦ દુઃખ આવી પડતાં કોઈએ સાહસ કરી મરવું જોઈએ નહિં, કારણકે દુઃખરૂપી રાત્રી પસાર થઈ જઈ સુખરૂપી સૂર્યોદય થયા સિવાય રહેવાને નથી.
૬૧ જગત ઉપર બનતા કેઈ પણ બનાવે નુકશાનકારક હતાજ નથી. જે થાય છે તે યોગ્ય થાય છે. જળ પ્રલયથી અત્યંત નુકશાન થાય છે ખરું પણ જે દેશ ઉપર તે ફરી વળે છે તે દેશ અત્યત રસાળ અને ફળદ્રુપ થાય છે. જવાળામુખી ફાટવાથી આસપાસનાં ગામ સમૃધિમાન થાય છે. લંડન શહેરમાં ૧૬૬૬ માં મોટી આગ લાગી હતી તે એક રીતે લાભદાયક નીવડી હતી તેથી હવા સુધરી ગઈ અને મરકીના ત્રાસને અંત આવ્યો હતે.
૬૨ વાવણીની મેસમમાં ખેડુત જેમ ધાન્યના કણસલાંને ઝુડે છે, તેમ દુર્દેવ પણ કેટલીક વખત આપણને નિર્દયપણે ઝુડે છે અને -આફતને વરસાદ વરસાવે છે, પણ દૈવે બેદરકારીથી અફાળેલું ઝુડીયું
જ્યારે દાણાવાળા પુળા ઉપર પડે છે ત્યારે ફક્ત ઘાસ કે પરાળજ છુંદાય છે અને દાણુને જરાપણ ઈજા થતી નથી.
૬૩ સંકટ રૂપી ભઠ્ઠી ઘણી વખત માણસને તપાવી શુદ્ધ કરે છે. તે માણસની વૃત્તિરૂપી ધાતુના મેલને બાળી નાંખે છે, તેથી તેનું શુદ્ધ સત્વ વિશેષ ઝળકી નીકળે છે.
૬૪ કાલે શું થશે તેની નકામી ચિંતા છોડી દઈને આજના દિવસ ઉપર નજર રાખ.