________________
ર૫
ચીઠ્ઠી લખી, કેઈએ સલાહ આપી, પણ તે પ્રયાસમાં મચ્યો રહ્યો તે છેવટે તે એક મહાન વક્તા થયા.
૪૧ અભ્યાસ વડે હરેક કામમાં નિપુણતા મેળવી શકાય છે. અનેક અડચણ નડવા છતાં ઉત્તમ માણસો હાથમાં લીધેલું કામ છોડતા નથી.
૪ર આફત આવી પડયા પહેલાં શેક કરવા બેસવું એના જેવું દુઃખ બીજા કશાથી થતુ નથી. કલ્પનાએ ખડાં કરેલાં દુખ પ્રત્યક્ષ દુઃખ કરતાં વધારે ત્રાસ દાયક છે.
૪૩ માણસને જેની દહેસત વધારે લાગતી હોય છે, તે તેમના -સ્મરણમાંથી જલદી નીકળી જતું નથી. રખેને કાંઈક જોખમમાં આવી પડીશું એવી બીકથી ઘણું માણસ દુઃખ અનુભવતા હોય છે, સંક્ટની બીજ ઘણું વખત સંકટને જન્મ આપે છે.
જ કેટલીક વખત સુખની અવગણના કરવાથીજ આપણે દુઃખી થઈએ છીએ, કેટલીક દવાઓ સસ્તી છતાં રામબાણ હોય છે પણ કેટલાક એવા મૂર્ખ હોય છે કે સસ્તી દવાથી મેટા રોગો મટે તે વાત તેમના માન્યામાંજ આવતી નથી, અને સામે આવેલા સુખના સાધનને અનાદર કરી દુઃખ ભોગવ્યા કરે છે.
૪૫ કેટલીક વખત માણસ નજીવી અડચણને દરગુજર નહિ કરવાને લીધેજ મેટા કંકાશનાં મૂળ રેપે છે. જગત ઉપર જળ પ્રલય, અગ્નિકેપ, મરકી, દુકાળ ઈત્યાદિ દૈવી ઉપદ્રવને લીધે જેટલાં માણસ મરે છે, તેના કરતા મારામારી, લડાલડી, અને કાપાકાપીને લીધે માણસને વધારે ઘાણ નીકળી જાય છે.
૪૬ કેટલાક તે “કાજીને સારા ગામકી ફીકર ને લીધે દુબળા થાય છે. જેમાં પોતાને બીલકુલ લેવા દેવા ન હોય, એવા કામમાં