________________
૧૪ શરીરને વૃદ્ધાવસ્થા આવવા ન દેવી એ આપણું હાથમાં નથી, પણ શેક અને સંતાપને લીધે મનને જ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે આવવા ન દેવી, એ આપણું સત્તાની વાત છે. મન જ્યાં સુધી જીર્ણ થયું નથી, ત્યાં સુધી શરીર ગમે તેટલું જીર્ણ થાય તો પણ હાની નથી.
૧૫ દુઃખના સે ઉદ્દગાર કાઢવાની તસ્દી લેવી તેના કરતાં, એકવાર પેટ ભરીને હસવું તે પસંદ કરવા એચ છે.
૧૬ જેમ સુખ ચાલ્યું ગયું તેમ દુઃખ પણ ચાલ્યું જશે, છતાં ખેદ કરીને આપણું જીવન રૂપીવાજને બેસુર બનાવવું એ તો મૂર્ખાઈ છે.
૧૭ આવી પડેલું દુઃખ ભોગવ્યા સિવાય છૂટકે નથી તે પછી બડબડાટ કરીને ભગવ્યા કરતાં આનંદથી ભોગવવું એ ડહાપણ ભરેલું છે.
૧૮ મનુ જે શોક અને સકટ ભેગવે છે તેમાં કેટલાંક તો પોતપોતાની મેળેજ માથે હરી લીધેલાં હોય છે. તે દુઃખમને મેટોભાગ દુર્વ્યસન, દુરાચરણ, દુષ્ટ સ્વભાવ અને ખાવાપીવામાં અમચંદિતપણુ એ બધાને લીધે ઉત્પન્ન થવા પામ્યાં હોય છે.
૧૯ માણસ જે બરાબર કાળજી રાખી સર્વ વાતને વિચાર કરીને પગલુ ભરે, તે ઘણી ભૂલો ટાળી શકાય તેવી હોય છે તેમાંથી બચી શકે છે.
. ૨૦ સુખ દુઃખનું કારણ મન છે. જેથી જેના મનની વૃત્તિ તે તેને સસાર લાગે છે. તારે જે સુખી જીવન ગાળવું હોય તો જગતના બધા વ્યવહાર તારી મરજી મુજબ ચાલે એવી ઈચ્છા કરીશ નહિં પણ તે જ જગતના જેવો થા.
, ૨૧ પિતાના પગમાં જોડા પહેર્યા એટલે તે આખી પૃથ્વી