________________
૯૦ દિવસે કામ કરનારને રાત્રે શાંત અને ગાઢ નિદ્રા આવે છે. ઘણી જવાબદારી અને જજાળાવાળા માણસ ઉઘથી એનસી રહે છે. દિવસ જે સારી રીતે કામમાં ગાળવામાં આવે તે રાત્રે નિદ્રા આપોઆપ આપણી સેવામાં હાજર થાય છે. ઔષધની મદદ વડે. કૃત્રીમ ઉદ્ય લાવવી એ ઘણુ જોખમ ભરેલુ છે, એની લાલચમાં કદી ફસાવું નહિ. આપણું આચરણ વ્યવસ્થિત રાખીશું તો થોડીવારમાં પૂર્વની માફક નિદ્રા આવ્યા કરશે. ઉઘ શરીર અને મનને બોજો ઓછો કરે છે.
૯૧ વિશ્રાંતિ લેવાના વખતમાં પણ આપણે જે દુનિયાદારીના સંકટ, જજાળા, દુઃખ અને મુસીબતનો જ વિચાર કર્યા કરીએ, મગ-- જને વિશ્રાન્તિ ન આપીએ, તો તે કાળ કામ કરવા કરતાં પણ વધારે કટાળા ભરેલે આપણને લાગશે. એવી વિશ્રાતિ કરતાં કામ હજાર દરજજે સારૂ છે.
૯૦ દિવસની સપ્ત મજુરીથી શરીર અને મન જેટલાં ઘસાય છે, તે કરતાં રાત્રે કટાળા ભરેલા વિચારોમાં જાગતા પડી રહેવાથી બનેને વધારે ઘસારે પડે છે..
૯૩ આપણે આપણા મનને શુદ્ધ અને આનંદદાયક વિચારમાં રકવું જોઈએ, અથવા વર્તમાન કાળની સાથે જેને સંબધ નથી એવી પુરાતની કાળની કઈ કથા, શૌર્ય કે પ્રવાસની વાર્તા, ઉત્તમ જીવનચરિત્ર ઇત્યાદિ વાંચવામાં મનને રોકવાથી નિત્યની જંજાળાનું વિસ્મરણ રાત્રે થઈ શકશે. આ પ્રસંગે કલ્પનાની પાંખ ઉપર બેસી અનંત દેશ કાળના પ્રદેશમાં મેથી ઉડ્યા કરવાથી પ્રસ્તુત કામની દુગ્ધાએનું વિસ્મરણ થઈ મન, આનંદમાં મગ્ન થશે. વળી આગ્રહ પૂર્વક પરમાત્માનું સ્મરણ કરવામાં મનને જોડવામાં આવે તો ઘણીજ ડીવારમાં ઉઘ આવી જશે.