________________
ક્ષયક દશામાં તે આ સાતે પ્રકૃતિઓનો મૂળથી ક્ષય કરવામાં આવે છે ઉપશમના વિશેષ બળને લીધે આત્મજાગૃતિમાં વધારો થત. રહે છે. આ આત્મજાગૃતિના બળે છેવટે તે શુદ્ધ મિથ્યાત્વના મુદ્દગલેને. નાશ કરવામાં આવે છે, એટલે લાયક દર્શન પ્રગટે છે. આ વખતે આવેલું પાછું ન જાય—પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુઝાય તેવું આત્મદર્શન થાય છે. તેને લઈને એ સાધકના આનંદન. પાર રહેતો નથી. હવેથી તે પોતાના આત્માના કાયમં દર્શન કરે છે.. માટે જ તેને ક્ષાયક દર્શન કહે છે. ' ઉપશમમાં અને ક્ષયપશમમાં પણ આત્મદર્શન તે હોય છે પણ તે અખડ નથી, તેમ શુદ્ધ પણ નથી, ઉપશમમાં આત્મદર્શન વધારે શુદ્ધ થાય છે, પણ તેની સ્થિરતા ઓછી થતાં પાછો પડદો તેની આગળ આવી પડે છે. ક્ષપશમમાં ઝાંખી વિશુદ્ધિ હોય છે.. પરિણામની ધારામાં ફેરફાર થતાં તેની આડે પણ વિશેષ ઝાંખો પડદો આવી. રહે છે.
આ સ્થળે દર્શનમેહનીય કર્મના ઉપશમ કે ક્ષયને લઈને જેટલે. આત્મા ઉજવળ બન્યો છે, જેટલાં કર્મો આત્મા ઉપરથી ઓછાં થયાં છે, તેટલે આત્મગુણ પ્રગટ છે. આ આત્મગુણને દર્શન કહેવામાં આવે છે તે નિશ્ચય સમ્યમ્ દર્શન છે.' , પાપવાળા વ્યાપારીની નિવૃત્તિ કરવી અને શુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી તેને વ્યવહારચારિત્ર કહે છે.અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિ
ગ્રહરૂપ મૂળ ગુણ અને કર્મકાંડ તે ઉત્તર ગુણ, આ બન્ને મૂળ ઉત્તર ગુણોનું - મેક્ષને અર્થ પાલન-કરાય તે ચારિત્ર છે. પ્રથમનાં જ્ઞાન અને દર્શન સાથે
હોય તેજ આ ચારિત્ર કર્મ ક્ષય કરવામાં પરંપરાએ ઉપયોગી છે.