________________
હોય છે. એકવાર કહેવાથી જ બીજા ઉપર સારી અસર થાય છે. તેની આજુબાજુ નજીક આવેલા છના વેર વિરોધ શાંત થાય છે. આ તેના સમભાવની છાયા છે. આ ભૂમિકા પછીની ભૂમિકામાં મનમાં ઉઠતી વૃત્તિઓનો ક્ષય થાય છે, હવે તેના મનમાં સંકલ્પો કે વિકલ્પો બીલકુલ ઉડતા નથી. જે છે તે વસ્તુ છે. તેમાં વચનને કે મનને પ્રવેશ કરવાનો અધિકાર નથી. તેનું મન મનાતિત વસ્તુમાં લયપામી જાય છે. આત્માના અખંડ સુખને તે ભોક્તા બને છે. આ વિશ્વ તેને હસ્તામલકવત દેખાય છે. હાથમાં રહેલું આમળુ જેમ જોઈ શકાય છે તેમ તે વિશ્વને જોઈ શકે છે. આ સર્વ પ્રતાપ આત્મા સિવાય અન્ય વસ્તુનું ચિંતન ન કરવાનું જ છે. આ પર વસ્તુના ચિતનને ત્યાગ આમ ક્રમસર વૈરાગ્યની વૃદ્ધિથી અને સત્ય તત્વના જ્ઞાનથી બને છે. તે આત્મદેવ! તમે ચિદાનંદ સ્વરૂપ છે. આ વિભાવ પર્યાયના ચિંતનથી તમને કાંઈ લાભ નથી. તે ચિંતનમાં રાગ દેશના બીજ રહેલાં છે તેને પણ આપશે તે તેમાંથી કડવાં ફળો પેદા થશે.
હે આત્મન ! જેવી રીતે તમે પર દ્રવ્યોનું નિરતર ચિંતન કરે છે તેવી જ રીતે જે આત્મ દ્રવ્યનું સ્મરણ કરે તે મુક્તિ તમારા હાથમાં જ છે. લોકોને રજન કરવાને નિરતર પ્રયત્ન કરો છો તે પ્રયત્ન જે તમારા આત્માને માટે કરે તો મેણા પદ તમારા માટે છેટું નથી. પરને રજન કરવા તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવ રૂપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્વિક સુખ નથી.” “હે જીવ! ગુરુ પાસેથી આત્મજ્ઞાન મેળવ. અન્ય સંગનો ત્યાગ કરી આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થા. હું ચાકશ કહું છું કે આ પર દિવ્યને અવશ્ય વિગ થશે માટે તેમાં પ્રીતિ ન કર. તસ્વદૃષ્ટિ વાળાને શું ત્યાગ કરવા યોગ્ય નથી ? અર્થાત્ સર્વ છે. આત્મ સ્વરૂપની