________________
૬૫ નીતિની અને શિક્ષણની પદ્ધતિઓમાં મનના બળને પિપવા "ઉપર વિશેષ લક્ષ અત્યારે આપવામાં આવતુ નથી. બચપણથી જ
આત્મમંયમ અને સ્વાર્થ ત્યાગના ગુણ પ્રાપ્ત કરવા, અને એકાગ્ર ચિત્તથી નિયમિતપણે ઉત્સાહ પૂર્વક કામે વળગવાની ટેવ પાડવી, એના જેવું બીજું હિતકારી એકે શિક્ષણ નથી.
૬૬ શુકાનના અંકુશમાં નહિ રહેનારું વહાણ, પવન અને ભરતીની અનુકુળતા છતા પણ, સહીસલામત ધારેલે બદરે પહોંચતું નથી, તેવી જ રીતે માણને સ્વભાવ ગમે એટલે માયાળુ, પ્રેમાળ અને પવિત્ર હશે પણ, જે તેના ઉપર આત્મસંયમનો અંકુશ નહિ હોય અને તે મનોવિકારના આવેશમાં આમ તેમ ઘસડઈ જતો હશે તો તેનાથી કોઈ દિવસ ઉત્તમ કાર્ય બની શકનાર નથી.
૬૭ કેટલાક એક માણસોએ પોતાના મનોવિકારને સ્વછદપણે વર્તવા દીધેલા હોવાથી, તેમની મનોવૃત્તિઓ એટલી બધી ભ્રષ્ટ અને બલિષ્ટ થઈ ગયેલી હોય છે, તથા સન્માર્ગે દોરવાની વૃત્તિઓ એટલી બધી નિર્બળ થઈ ગયેલી હોય છે કે તેમના સ્વભાવમાં કોઈપણ ઉપાયથી સુધારો થઈ શકવાનો નથી, એમ નિશ્ચય માણસને થાય છે.
૬૮ બીજાના સ્વચ્છદ વ્યવહાર કરતાં, આપણું પિતાને સ્વ“દ વ્યવહાર વધારે હાની કર્તા છે.
૬૯ કાઈના ઉપર હુકમ ચલાવો તેના કરતાં, આપણે કોઈના હુકમમાં રહેવાનું ન થાય એ પસંદ કરવા લાગ્યા છે.
૭બીજાને અંકુશમાં રાખવાની ઈચ્છા રાખવી, તેના કરતાં પિતાની જાતને અંકુશમાં રાખવી તે વધારે સારું છે.
૭૧ પિતાના આત્મા ઉપર પ્રીતિ રાખવી એ પાપ નથી પણ, પોતાની ઉપેક્ષા કરવી એના જેવું બીજું પાપ નથી.